ગુવાહાટીમાં મૉલની બહાર કરાયો ગ્રેનેડ હુમલો, 12 લોકો ઘાયલ
અસમનાં ગુવાહાટીમાં જૂ રૉડ પર એક મૉલની બહાર ધમાકો થયો છે. આ ધમાકા બાદ સંપૂર્ણ વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને ગુવાહાટી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ગુવાહાટીનાં પોલીસ કમિશ્નર દીપક કુમારે જણાવ્યું કે ગ્રેનેડ હુમલો 8 વાગ્યા આસપાસ થયો હતો. આ હુમલામાં 12 લોકો ઘાયલ થયા છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
Assam: Number of injured persons in Guwahati grenade blast rises to 12, all injured are in stable condition. pic.twitter.com/vnuprCL3dA
— ANI (@ANI) May 15, 2019
તો અસમનાં મુખ્યમંત્રીએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ હુમલાની જવાબદારી ULFA-I એ લધી છે. રાત્રે 8 વાગ્યા આસપાસ કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં 12 લોકો ઘાયલ થયા છે અને ઘાયલ લોકોને ગુવાહાટી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ધમકો થતા જ આસપાસનાં વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પોલીસે આખા વિસ્તારને બંધ કરીને તપાસ ચાલુ કરી દીધી છે.
Assam: Six people injured in explosion outside a mall on Zoo road in Guwahati, area cordoned off, police present at the spot; injured persons referred to Guwahati Medical College Hospital pic.twitter.com/PotXVWsVFh
— ANI (@ANI) May 15, 2019
Deepak Kumar, Commissioner of Police, Guwahati: A grenade blast took place at 8pm in which six people are injured, investigation is underway. https://t.co/OoYIR5b4EP
— ANI (@ANI) May 15, 2019
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ હુમલો સેન્ટ્રલ મૉલની સામે પોલીસ ચેક પૉઇન્ટ પર કરવામાં આવ્યો છે. પોલીસનાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગુવાહાટીમાં મૉલની બહાર કરાયો ગ્રેનેડ હુમલો, 12 લોકો ઘાયલ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/grenade-attack-in-assam-guwahati-6-people-injured/
via Best Gujarati News
0 Comments