પશ્ચિમ બંગાળમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહનાં રૉડ શૉ દરમિયાન થયેલી હિંસા પર ચૂંટણી પંચે સખ્ત પગલા ઉઠાવ્યા છે. ચૂંટણી પંચે બંગાળમાં ગુરૂવાર રાતનાં 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે રાજ્યનાં મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવી દીધા છે. આયોગે સોશિયલ મીડિયા પર એક વિડીયો નાંખવાને લઇને બેન લગાવી દીધો છે. બંગાળનાં ADG CID રાજીવ સિંહને ગૃહ મંત્રાલય મોકલી દીધા છે.

રાજ્યમાં 19 મેનાં 9 સીટો પર મતદાન થવાના છે. આ પહેલા જ આયોગે મોટી કાર્યવાહી કરી છે. તો ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિને ખંડિત કરવાને લઇને પણ ચૂંટણી પંચે નારાજગી દર્શાવી છે. ચૂંટણી પંચે કહ્યું કે, “આ પ્રકારની હિંસા ફરી થઈ તો વધારે કડક પગલા ભરવામાં આવશે. રાજ્યની 9 સીટો પર પ્રચારની સમય મર્યાદા શુક્રવાર સાંજે 5 વાગ્યા સુધી હતી, પરંતુ ચૂંટણી પંચે એક દિવસ પહેલા જ આને પૂર્ણ કરી દીધી છે.”

મંગળવારની સાંજે કોલકાતામાં બીજેપી અધ્યક્ષ અમિત શાહનાં રૉડ શૉમાં હિંસા બાદ આજે પશ્ચિમ બંગાળથી લઇને દિલ્હી સુધી રાજનીતિમાં ખળભળાટ મચી ગયો હતો. ટીએમસીએ ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ ખંડિત થવાને ભાવનાત્મક મુદ્દો બનાવી લીધો. તો બીજેપી અને ટીએમસી બંને એકબીજા પર મૂર્તિ તોડવા પર આરોપ લગાવી રહ્યા છે. ડાબેરીઓનું કહેવું છે કે બીજેપી અને ટીએમસીનાં ઝઘડામાં સંપૂર્ણ બંગાળ સળગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બંગાળમાં હિંસા: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, મુખ્ય સચિવ અને ગૃહ સચિવને તગેડી મુક્યા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/election-commission-takes-action-about-violence-in-west-bengal/
via Best Gujarati News

0 Comments