અમેરિકાથી એક ખુબ ખરાબ સમાચાર આપી રહ્યા છે. એક એવો કેસ બન્યો કે આધેડ વયના કરોડપતિએ માનવતા નેવે મુકીને એક કિશોરી પર અપરાધ કર્યો. મળતી માહિતી મુજબ અમેરિકાનો એક 53 વર્ષીય કરોડપતિ કિશોરીને જોઈને લોભાઈ ગયો અને એની સાથે શારીરિક સંબંધ બાંધી લીધા. હવે આ અપરાધ માટે કરોડપતિને પાંચ વર્ષની જેલ થઈ શકે છે. હરકત એવી કરી કે આ ધનિકે કિશોરી સાથે શારિરીક સંબંધો બાધવા માટે પોતાના ખાનગી વિમાનને ઓટો પાયલટ મોડ પર મૂકી દીધું.

ન્યૂઝર્સીમાં રહેતા 53 વર્ષીય સ્ટિફન બ્રેડલી મેલને વિમાનમાં મુસાફરી કરતા સમયે દુષ્કર્મ કરવા બદલ ગુનેગાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2018માં ડિસેમ્બરમાં પોર્નોગ્રાફિક પ્રવૃત્તિઓ ઉપરાંત ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા વીડિયો મેળવવાના ગુનામાં પણ આ જ કરોડપતિને ગુનેગાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ધનિક ત્રણ બાળકોનો પિતા છે. તેમજ એક બ્રોકરેજ પેઢી પણ પોતે ચલાવે છે. પીડિત કિશોરીની માતાએ સ્ટિફન બ્રેડલી મેલનો સંપર્ક કરીને તેની દીકરીને પ્લેન ઉડાવવાની તાલિમ આપવાની વિનંતી કરી હતી. જે બાદમાં મેલે પોતાના પ્લેનને ઓટો પાયલટ મોડ પર મૂકીને ચાલુ વિમાનમાં કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરંતુ તેણે કરેલું આ કૃત્ય જનતાની સામે આવી ગયું અને હવે એના અપરાધનાં લીધે એને ભોગવવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘હું તને પ્લેન ઉડાડતા શીખવું’ એમ કહી પ્લેન ઓટો મોડમાં મુકી કિશોરી સાથે બાંધ્યાં શારિરીક સંબંધો appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/international-one-millionaire-put-plane-on-autopilot-and-relatinwith-child-girl/
via Best Gujarati News

0 Comments