પોલેંડમાં સોમવારે એક મહિલાએ એકસાથે 6 જુડવા બાળકોને જન્મ આપ્યો. માનવામાં આવે છે કે આ દેશમાં પહેલી ઘટના છે કે કોઈ મહિલાએ એકસાથે 6 બાળકોને જન્મ આપ્યો હોય. આ બાળકોનો જન્મ ઉત્તર પોલેંડમાં થયો છે અને સીજેરિયનની રીતે થયો છે. 6માંથી 4 છોકરીઓ અને 2 છોકરાઓ છે. ડિલેવરી કરનાર ડૉક્ટર મારિયાનું કહેવું છે કે ગર્ભનાં 29માં અઠવાડિયે આ બધા બાળકોનો જન્મ થયો છે. બધાનું વજન 890 ગ્રામથી લઈને 1.3 કિલો સુધીનું છે.

મારિયાનું કહેવું છે કે બધા બાળકો સ્વસ્થ છે પરંતુ આગળના વિકાસ માટે એને ઈંક્યુબેટર પર રાખવામાં આવ્યાં છે. પહેલા એવી આશા હતી કે પાંચ બાળકોનો જન્મ થશે. હોસ્પિટલનાં મુખ્ય ડોક્ટર લૌટરબાખે કહ્યું કે પોલેંડમાં આ પહેલી ઘટનાં છે કે એકસાથે 6 જુડવા બાળકોએ જન્મ લીધો હોય. આખી દુનિયામાં આ એક અનોખી ઘટનાં છે.

અને હા, આ વાત પર તો આખો પોલેંડ દેશ ખુશખુશાલ છે. દેશનાં રાષ્ટપતિએ પણ ટ્વિટ કરીને બાળકોનાં માતા-પિતા અને ડૉક્ટરોને શુભકામના પાઠવી છે. જો કે આ એકાઉન્ટ સતાવાર નથી. પરંતુ 10 લાખથી વધારે ફોલોવર છે. ઉલ્લેખનીય છે કે આ જ હોસ્પિટલમાં 2008ની સાલમાં એક મહિલાએ એકસાથે 5 બાળકોને જન્મ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મહિલાએ એટલા જુડવા બાળકોને જન્મ આપ્યો કે દેશનાં રાષ્ટ્રપતિએ Tweet કરી કર્યા વખાણ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/in-poland-woman-being-born-4-girls-2-boys/
via Best Gujarati News

0 Comments