લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે બીજેપી અને કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. એકબાજુ પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. તે જ સમયે બીજી બાજુ રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા હતા.

વડા પ્રધાન પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, વેરી ગુડ, વડા પ્રધાનની પહેલી પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી પરિણામના ચાર-પાંચ દિવસ પહેલાં થાય છે. પીએમ મોદી અમિત શાહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સાંભળ્યું છે કે, દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે, અને અમુક પત્રકારોને અંદર જવા દેવામાં આવતાં નથી. બંધ રૂમમાં પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, હું પીએમ મોદીને સવાલ કરવા માગુ છું કે, તમે રાફેલ પર કેમ જવાબ નથી આપ્યો. હું પુછવા માગુ છું કે, સામાન્ય જનતાના પૈસા કેમ અનિલ અંબાણીને આપવામાં આવ્યા. તમે મારી સાથે ચર્ચા કેમ ન કરી ? રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજીની જે ફિલોસોફી છે તે હિંસાની છે, ગાંધીજીની નથી. બાકી 23 મેએ જનતા નિર્ણય કરશે, તે આધાર પર કામ કરીશું. તે અગાઉ આ મામલે હું કાંઈપણ નહીં બોલું.

ચૂંટણી પંચ પર નિશાન સાધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, પંચે પક્ષપાત કરીને કામ કર્યું છે. નરેન્દ્ર મોદી જે ઈચ્છે તે બોલી દે છે, અને તે વાતને લઈને બીજાને બોલવામાં આવે છે. આ સમગ્ર ચૂંટણીનો શેડ્યુલ નરેન્દ્ર મોદીના કેમ્પેઈનિંગ માટે બનાવવામાં આવ્યું હતું. તેમની પાસે અનલિમિટેડ પૈસા, ટીવી ચેનલ, બધું છે, અને અમારી પાસે ફક્ત સચ્ચાઈ છે.

તેઓએ કહ્યું કે, આ ચૂંટણી રાફેલના ભ્રષ્ટાચાર, રોજગાર, ખેડૂતોની સ્થિતિ, ઈકોનોમી, જીએસટી અને નોટબંધી પર થઈ, પણ આ મામલે જવાબ ન આપ્યો. નરેન્દ્ર મોદી જણાવે છે કે, કેરી કેવી રીતે ખાવી જોઈએ. મોદીજીને પુછવામાં આવ્યું કે બાલાકોટ અંગે જણાવો, તો મોદીજીએ કહ્યું કે, હવામાન ખરાબ હતું, રડાર પકડી નહીં શકે.

આ ઉપરાંત તેઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદીજીના માતા-પિતાનો આદર કરું છું, વડા પ્રધાનનો આદર કરું છું. અને હું તેમને નફરતને બદલે પ્રેમ મોકલવીશ. જો તેમના માતા-પિતાએ કાંઈક ખોટું પણ કર્યું હશે, તો હું તેમના માતા-પિતા વિશે નહીં બોલું. પણ જો તેઓ અમારા ઉપર ગંદુ બોલવા માગે છે, તો તે તેમના પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post BJPની પ્રેસ કોન્ફરન્સને લઈને કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો આવો કટાક્ષ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/rahul-gandhis-response-to-pm-modis-first-press-conference/
via Best Gujarati News

0 Comments