નવજોતસિંહ સિદ્ધુની પત્નીએ કહ્યું- આતંકવાદને કોઈ પણ ધર્મ સાથે ન જોડો
લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે હિંદુ આતંકવાદને મુદ્દે રાજકારણ ગરમાયું હતું. કમલ હાસને હિંદુ આતંકવાદને લઈને આપેલાં નિવેદન બાદ ચોતરફ તેમની ટીકા થઈ હતી. ત્યારે પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુએ આ મામલે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, કમલ હાસનનું નિવેદન ખોટું છે, અને આતંકવાદને કોઈ પણ ધર્મ સાથે જોડવું એ બિલ્કુલ યોગ્ય નથી.
નવજોતે કહ્યું કે, સમગ્ર દુનિયામાં એમ માનવમાં આવે છે કે, મુખ્ય આતંકી સંગઠન કોઈ ધર્મ સાથે જોડાયેલાં છે, પણ એ બિલ્કુલ સાચું નથી. આતંકી વિચારધારાને કોઈ પણ ધર્મ સાથે જોડવી ખોટી છે, કેમ કે, આ બંને એકદમ અલગ વિચારધારા છે. દેશમાં જ્યાં કમલ હાસનના નિવેદન બાદ બીજેપી વિપક્ષી પાર્ટીઓની સતત ટીકા કરી રીહી છે, તે સમયે નવજોત સિદ્ધુએ આ નિવેદન આપ્યું હતું.
અભિનેતાથી નેતા બનેલાં કમલ હાસને એક નિવેદનમાં કહ્યું હતું કે, આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ હતો. મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડ્સે તરફ ઈશારો કરતાં કમલ હાસને કહ્યું કે, તે એક હિન્દુ આતંકી હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નવજોતસિંહ સિદ્ધુની પત્નીએ કહ્યું- આતંકવાદને કોઈ પણ ધર્મ સાથે ન જોડો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/not-correct-to-link-terror-with-religion-navjot-kaur-sidhu/
via Best Gujarati News
0 Comments