PM બન્યા બાદ નરેન્દ્ર મોદીની પહેલી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું ફરીથી બહુમત સાથે બનાવીશું સરકાર
વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદી સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ મીડિયાને સંબોધન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં પીએમ મોદી કહ્યું કે, મને ભરોસો છે કે, 23મેના રોજ પૂર્ણ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટી પરત સત્તા પર આવશે.
પીએમ મોદીએ કહ્યું કે, આ ચૂંટણી ખૂબ જ શાનદાર અને હકારાત્મક રહી હતી. ચૂંટણી સમયે આઈપીએલ, બોર્ડ પરીક્ષા, રમજાન, નવરાત્રિ તમામ એકસાથે ચાલી રહ્યા હતા. સરકાર જ્યારે સક્ષમ હોય ત્યારે આ શક્ય છે. ભારત દુનિયામાં સૌથી મોટું લોકતંત્ર છે. આપણે વિશ્વને પ્રભાવિત કરવું જોઈએ. છેલ્લી ચૂંટણીમાં 16મેના રોજ પરિણામ આવ્યા હતા. અને 17મેના રોજ મોટું નુકસાન થયું હતું. સટ્ટાખોરોને તે દિવસે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ઈમાનદારની શરૂઆત 17મેથી શરૂ થઈ હતી.
તો પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરતાં બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, આજ એક બહુ લાંબા, પરિશ્રમ, સફળ અને વિજયી ચૂંટણી અભિયાન બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છીએ. આઝાદી બાદ જેટલાં પણ ચૂંટણી અભિયાન થયાં તેમાં આ ચૂંટણી અભિયાન સૌથી મોટું રહ્યું છે. મોદી સરકારને ફરીથી લાવવા માટે જનતાનો પરિશ્રમ સૌથી આગળ રહ્યો છે. આ પહેલી એવી ચૂંટણી છે કે, જેમાં વિપક્ષ તરફથી મોંઘવારી અને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવામાં નથી આવ્યો. લાંબા સમય બાદ દેશની જનતાએ આવી ચૂંટણી જોઈ છે, જેમાં આ મુદ્દા ગાયબ હોય.
આ ઉપરાંત શાહે કહ્યું કે, અમને પૂર્ણ બહુમત મળશે, એનડીએની સરકાર બનશે, અને જે પણ બીજેપની નીતિઓથી જોડાવા માગે છે, તેમનું અમે સ્વાગત કરીએ છીએ. તો મમતા બેનર્જી ઉપર પ્રહાર કરતાં શાહે કહ્યું કે, બંગાળમાં અમારા 80 કાર્યકર્તાઓનાં મોત થયા છે. આ અંગે મમતા બેનર્જી શું કહેશે? ચૂંટણીમાં કેમ ફક્ત બંગાળમાં જ હિંસા થઈ રહી છે?
તો પ્રજ્ઞા ઠાકુર અંગે અમિત શાહે કહ્યું કે, પાર્ટી તરફથી પ્રજ્ઞા ઠાકુરને શો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. અને 10 દિવસની અંદર નોટિસનો જવાબ આપવા માટે જણાવ્યું છે. તેમના જવાબ બાદ પાર્ટી તેમની વિરુધ્ધ પગલાં ભરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post PM બન્યા બાદ નરેન્દ્ર મોદીની પહેલી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું ફરીથી બહુમત સાથે બનાવીશું સરકાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-narendra-modis-first-ever-press-conference/
via Best Gujarati News
0 Comments