Airtelના આ પ્લાન સાથે મળશે 126GB સુધી ફ્રી ડેટા
ભારતી એરટેલે તેના 4G Hotspot ડિવાઇસ સાથે પ્રિપેઇડ અને પોસ્ટપેઇડ યુઝર્સ માટે નવી ઓફર કરી છે. આ ઓફર હેઠળ, વપરાશકર્તાઓ મફતમાં 126GB ડેટા મેળવશે. થોડોક સમય પહેલા એરટેલે તેના પ્રિપેઇડ યુઝર્સ માટે એરટેલ 4 જી હોટસ્પોટ ડિવાઇસ સાથે 399 રૂપિયાની પ્રિપેઇડ યોજના ઓફર કરી હતી. હવે 4 જી હોટસ્પોટ ડિવાઇસવાળા પોસ્ટપેઇડ વપરાશકર્તાઓ માટે મફત ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આમાં, એક મહિના માટે વપરાશકર્તાઓને 50GB મફત ડેટા આપવામાં આવી રહ્યો છે. નવી સુધારેલી યોજના હેઠળ વપરાશકર્તાઓને વધુ માન્યતા અને ડેટા લાભો આપવામાં આવે છે.
એરટેલ અન્ય ટેલિકોમ કંપનીને પછાડવા માટે સતત નવા પ્લાન લાવી રહી છે. આમાં સૌથી મોટી સ્કીમ છે યૂઝર્સને મફતમાં ડેટા અને કોલ સર્વિસ આપવાની. કંપનીએ હવે 4G હૉટસ્પૉટના ડિવાઇસને હવે બદલી નાંખ્યુ છે. યૂઝર્સ જો આ નવા ડિવાઇસને ખરીદશે તો તો તેમને આ ફ્રી ઓફર મળશે. પહેલા આ ડિવાઇસની ખરીદી પર યૂઝર્સને 399 રૂપિયામાં 50જીબી ડેટા મળતો હતો. પણ હવે યૂઝર્સને આ બે નવા પ્લાનનો ફાયદો ત્યારે મળશે જ્યારે તે 4જી હૉટસ્પૉટ ડિવાઇસને 15,00 રૂપિયામાં ખરીદે છે.
શું ખાસ છે 4G Hotspotમાં:
આમાં એક સાથે 10 ડિવાઇસ કનેક્ટ કરી શકાય છે. તેમજ 4જી ચેનલ પર પણ તમે 3જી ચલાવી શકો છો.
ડિવાઇસની સાથે યૂઝર્સને 499 રૂપિયાનો ઇન્ફિનિટી પૉસ્ટપેડ પ્લાન સિલેક્ટ કરવો પડશે. અહીં યૂઝ્સને 75જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ડેટા બેનિફિટ્સનો ઉઠાવવા માટે ગ્રાહકોએ પોતાના હૉટસ્પૉટ નંબર 499 રૂપિયાના ઇન્ફિનિટી પૉસ્ટપેડ પ્લાનની સાથે રિચાર્જ કરવો પડશે.
આ જ રીતે એરટેલ 4G હૉટસ્પૉટ ડિવાઇસના યૂઝર્સ માટે બીજો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આમાં યૂઝર્સને પ્રિપેડ પ્લાન રિચાર્જ કરવો પડશે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5GB ડેટા મળશે અને આ પ્લાનની વેલિડિટી 84 દિવસ હશે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન જો ડેટા પુરો થઇ જાય છે તો યૂઝર્સની સ્પીડ 80kbps થઇ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Airtelના આ પ્લાન સાથે મળશે 126GB સુધી ફ્રી ડેટા appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/airtel-4g-hotspot-device-with-free-data-upto-126gb-for-prepaid-and-postpaid-users/
via Best Gujarati News
0 Comments