Hyundai Motor India જુલાઇ મહિનામાં તેની Kona EV લોન્ચ કરશે. કંપની 9 જુલાઇ, 2019 ના રોજ ભારતમાં તેનું ઇલેક્ટ્રિક એસયુવી વર્ઝન લોન્ચ કરવા જઇ રહી છે. આ કંપની ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક બ્રાન્ડ છે. કોના ઇવીની કિંમત 25 લાખ રૂપિયા હોઈ શકે છે. આ ઉપરાંત, એવું માનવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં નાની કારમાં કંપની 39.2 kWhની બેટરી આપી શકે છે.

હ્યુન્ડાઇ દાવો કરે છે કે 64 kWh બેટરી મોડેલ સંપૂર્ણ ચાર્જ કરતી વખતે 482 કિલોમીટરની એવરેજ આપે છે, જ્યારે 39.2 kWh બેટરી મોડેલ 312 કિલોમીટરની રેન્જ એવરેજ આપે છે. હ્યુન્ડાઇ દાવો કરે છે કે એક કલાક ચાર્જિંગમાં બેટરી 80 ટકા સુધી ચાર્જ થઇ જશે. આ માટે, તેને 100 કિલોવોટ ડીસી ફાસ્ટ ચાર્જર સાથે જોડવું પડશે.

ઉલ્લેખનિય છે કે સાઉથ કોરિયાની અગ્રણી વાહન ઉત્પાદક કંપની Hyundai ભારતીય માર્કેટમાં ઇલેક્ટ્રિક SUV Kona જુલાઇમાં લોન્ચ કરશે. કંપનીની ભારતમાં પહેલી ઇલેક્ટ્રીક કાર હશે. ત્યાર બાદ ફેસ્ટિવલ સીઝનને ધ્યાને રાખી કંપની પોતાનું સૌથી વધારે વેચાતી કાર ગ્રાન્ડ આઇ 10 (Grand i10) નું નવુ વેરિયન્ટ લોન્ચ કરશે.

SUV Konaના ફિચર્સ:
એસયુવી કોનાને પહેલીવાર જીનીવા મોટર શોમાં શોકેસ કરવામાં આવી હતી. કારનાં ઇલેક્ટ્રીક મોટરની પાવર 131 બીએચપી છે. આ એન્જિયન 359 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એકવાર ફુલ ચાર્જ કર્યા બાદ કોના 300 કિલોમીટર ચાલશે. કારમાં 17 ઇંચ એલોય વ્હીલ, ડિજિટલ ડેશબોર્ડ, 7 ઇંચ ટચ સ્ક્રીન ઇફોટેનમેન્ટ સિસ્ટમ, હીટેંડ સીટે, એડૈપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન સેટરિંગ સિસ્ટમ, રિયર ક્રોસ ટ્રાફીક એલર્ટ અને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ વગેરે જેવા દમદાર ફિચર્સ હશે.

Hyundai મોટર્સ ઇન્ડિયા લિમિટેડ (HMIL) ના સીનિયર જનરલ મેનેજર અને ગ્રુપ હેડ (માર્કેટિંગ) પુનિત આનંદને જણાવ્યું કે, અમે ઇન્ડિયન માર્કેટ માટે પોર્ટફોલિયોમાં નવા પ્રોડક્ટ ઉમેરી રહ્યા છીએ. જેના હેઠળ જુલાઇમાં ભારતીય બજારમાં વિજથી સંચાલિત એસયુવી કોના લોન્ચ કરીશું. જો કે તેમણે ભારત માટે પ્રસ્તાવિત એસયુવી અંગે વધારે માહિતી આપી નહોતી. ત્યાર બાદ ગ્રાન્ડ આઇ10નું નવુ વેરિયન્ટ લોન્ચ કરવામાં આવશે. તેને ફેસ્ટિવલ સિઝનમાં ચાલુ થતા પહેલા બજારમાં રજુ કરવામાં આવશે. જેથી ફેસ્ટિવલ સીઝનમાં વધનારા વેચાણથી કંપનીને ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ફુલ ચાર્જમાં 300 કિમી ચાલશે Hyundai Kona, દમદાર ફિચર્સથી અન્ય SUVને હંફાવશે appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/hyundai-to-launch-electric-suv-kona-in-india/
via Best Gujarati News

0 Comments