અમૂલ ડેરી અહીં ઉભો કરશે નવો પ્લાન્ટ, 1200 કરોડનું રોકાણ કરી દેશ-દુનિયામાં વગાડશે ડંકો
આખા એશિયામાં અમૂલ ડેરીએ નામના કમાવ્યા બાદ આજે તેને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૂલ ડેરી બનાસકાંઠામાં નવો પ્લાન્ટ સ્થાપવા જઇ રહ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમૂલ ડેરી આગામી બે વર્ષમાં પોતાનું ઉત્પાદન વધારવા માટે દેશભરમાં રૂપિયા 1200 કરોડનું રોકાણ કરશે અને બનાસકાંઠામાં નવો પ્લાન્ટ ઉભો કરશે. હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, બનાસડેરીમા જ અમૂલ પોતાનો પ્લાન્ટ ઉભો કરશે.
મંગળવારે GCMMFની મળેલી સામાન્ય સભામાં ચેરમેન રામસિંહ પરમારે અને મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ આ વિશે માહિતી આપી હતી. GCMMFના વહીવટકર્તાઓના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા ખાતે નવા પ્લાન્ટની સાથે વિસ્તૃતિકરણની પણ ફેડરેશનની યોજના છે.
અમૂલ ડેરીએ દેશભરમાં દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન વધારવા માટે આ વિસ્તૃતિકરણનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે સોઢીએ વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં GCMMFના ટર્નઓવરમાં 13 ટકાનો વધારો થયો છે. આ વર્ષે GCMMFનું ટર્નઓવર 33,150 કરોડે પહોંચ્યું છે. આગામી વર્ષોમાં આ ટર્નઓવર 50 હજાર કરોડ સુધી પહોંચવાની શક્યતા ડિરેક્ટર સોઢીએ વ્યક્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમૂલ ડેરી અહીં ઉભો કરશે નવો પ્લાન્ટ, 1200 કરોડનું રોકાણ કરી દેશ-દુનિયામાં વગાડશે ડંકો appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/amul-dairy-to-establish-new-dairy-plant-in-banaskantha/
via Best Gujarati News
0 Comments