સુરતની દુર્ઘટના બાદ ફાયર સેફ્ટીના સાધનોના વેચાણમાં 25 ટકા વધારો
સુરતની દુર્ઘટના બાદ પછી સફાળા જાગેલા તંત્રએ ફાયર સેફ્ટીની સઘન તપાસ શરૃ કરતાં ફાયર સેફ્ટીના સાધનોના વેચાણમાં 25 ટકા વધારો થયો છે. તંત્રની કડક કાર્યવાહી પછી જાગૃતતા આવી હોય તેમ ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા હોડ જામી છે. ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમતા ટયુશન કલાસ, હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલો તેમજ કોર્મિશયલ કોમ્પલેક્ષની દુકાનો ઉપર તંત્રએ ઘોંસ બોલાવતાં ફાયર સેફ્ટીના સાધનોની માંગમાં વધારો થયો છે.
તંત્રએ તમામ વિસ્તારોમાં ફાયર સેફ્ટી મુદ્દે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૃ કરવામાં આવી છે. કેટલાક ટયુશન ક્લાસીસોને બંધ કરવાની સાથે કેટલાક એકમોને નોટીસ ફટકારવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સુરતના અગ્નિકાંડ પછી તંત્રની કડક કાર્યવાહી શરૃ થતાંની સાથે ફાયર સેફ્ટીના સાધનોના વેચાણમાં એકાએક વધારો થયો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ફાયર સેફ્ટીના સાધનોના વેચાણમાં સરેરાશ રપ ટકા જેટલો વધારો નોંધાયો છે. ફાયર સેફ્ટીના દિવાલ પર લાગતા સીલીન્ડરની માંગ વધુ જોવા મળી રહી છે. રૃ.2000 થી 6000 સુધીની કિંમતના સીલીન્ડરની માંગ વધી છે. જેમાં જગ્યાના વિસ્તાર પ્રમાણે સીલીન્ડરોની ખરીદી થઈ રહી છે.
ઉત્તર ગુજરાતમાં ફાયર સેફ્ટીની ચકાસણી દરમ્યાન 50 ટકાથી પણ વધુ દુકાનો, કોચીંગ ક્લાસો અને રેસ્ટોરન્ટ પાસે ફાયર સેફ્ટીનાં સાધનો ન હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળ્યા પછી તંત્રની કડક કાર્યવાહી શરૃ થતાં જ ફાયર સેફ્ટીના સાધનોના વેચાણમાં આપો આપ વધારો થયો છે. જ્યારે માંગ વધતાંની સાથે બીન સ્ટાન્ડર્ડ સીલીન્ડર પણ કોઈપણ પ્રકારની રોકટોક વગર વેચાઈ રહ્યાનું બહાર આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુરતની દુર્ઘટના બાદ ફાયર સેફ્ટીના સાધનોના વેચાણમાં 25 ટકા વધારો appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/fire-safety-equipment-sales-rise-25-percent-after-surat-fire-tragedy/
via Best Gujarati News
0 Comments