માત્ર 999 રૂપિયામાં કરો હવાઇયાત્રા, આ કંપની આપી રહી છે જોરદાર ઓફર
બજેટ એરલાઇન કંપની ઈન્ડિગોએ ત્રણ દિવસની ‘સમર સેલ’ ની જાહેરાત કરી છે. જે મંગળવારથી ચાલી રહી છે. અને તે 16મે સુધી ચાલુ રહેશે. એરલાઇને 53 રાષ્ટ્રિય માર્ગો અને 17 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે સસ્તી ટિકિટ ઓફર કરી છે. એરલાઇને જણાવ્યું હતું કે આ ઓફર હેઠળ મુસાફરો 29મે અને 28 સપ્ટેમ્બર વચ્ચે મુસાફરી કરી શકશે. આમાં મુસાફરોના ભાડા 999 રૂપિયાથી (તમામ ફી શામેલ) શરૂ થશે.
Your fare-y tales will now come true 🧚♀ as our sale is here. Plan your vacation from our wide network of 53 domestic and 17 international destinations. So, just start booking, fly daily, fly #IndiGo.
https://t.co/9CEUas8C9s#IndiGoBumperSeatSale #10LakhSeats #TenTasticSale pic.twitter.com/F4na8mPBUC
— IndiGo (@IndiGo6E) May 14, 2019
એરલાઇન્સે જે માર્ગ માટે ઓફર કરી છે તેમાં દિલ્હી-અમદાવાદ, મુંબઈ-હૈદરાબાદ, હૈદરાબાદ-દુબઇ, ચેન્નઈ-કુવૈત, દિલ્હી-કુઆલાલમ્પુર અને બેંગલુરુ-માલેનો સમાવેશ થાય છે. ઈન્ડિગો ચીફ કમર્શિયલ ઓફિસર વિલિયમ બાઉલ્ટરએ કહ્યું છે કે, “જેમ જેમ ઉનાળામાં રજાઓ શરૂ થાય છે તેમ, અમે ત્રણ દિવસની ખાસ વેચાણની ઓફર કરીએ છીએ.” આ ઓફર મંગળવારથી શરૂ થઇ છે અને 16 મે સુધી ચાલશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઈન્ડિગો પ્રિપેઇડ વધારાના સામાન અને પ્રિપેઇડ એક્સપ્રેસ ચેક-ઇન સેવા પર 30% સુધી આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરે છે અને હોલીડે સીઝન વિશેષ બનાવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) પ્રમાણે સ્થાનિક પેસેન્જર માર્કેટમાં ઈન્ડિગોનો હિસ્સો લગભગ 44 ટકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post માત્ર 999 રૂપિયામાં કરો હવાઇયાત્રા, આ કંપની આપી રહી છે જોરદાર ઓફર appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/indigos-three-day-summer-sale/
via Best Gujarati News
0 Comments