paytm સાથે થઇ રૂપિયા 10 કરોડથી વધુની છેતરપિંડી, હજારો લોકોને થઇ અસર
ઓનલાઇન ચુકવણી કંપની paytmએ રૂપિયા 10 કરોડથી વધુની છેતરપિંડી શોધી કાઢી છે. આ છેતરપિંડી સામે આવ્યા બાદ કંપનીએ ઘણા કર્મચારીઓને બરતરફ કર્યા છે. અને તેમના પ્લેટફોર્મમાંથી હજારો વિક્રેતાઓને દૂર કર્યા છે. મંગળવારે કંપનીના ચીફ વિજય શેખર શર્માએ આ જાણકારી આપી હતી. કંપનીએ નાના દુકાનદારો અને વિક્રેતાઓને કુલ કેશબેકનો મોટો ભાગ મળવાની તપાસ કરી હતી, જેના પછી આ છેતરપિંડી સામે આવી છે.
મફતમાં સુવિધાઓ પૂરી પાડવાના વ્યવસાય મોડેલ વિશે પૂછવામાં આવતા શર્માએ કહ્યું કે કેશબેક મોડેલ ચાલશે. કંપનીના ચીફ વિજય શેખર શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, “દિવાળી પછી, મારી ટીમએ જોયું કે કેટલાક વિક્રેતાઓએ કુલ કેશબેકની ઊંચી ટકાવારી પ્રાપ્ત કરી છે. અમે અમારા ઓડિટરને વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા કહ્યું. જેમાં તેઓ એ paytmની સાથે રૂપિયા 10 કરોડથી વધુની છેતરપિંડી શોધી કાઢી હતી.
10 કરોડથી વધુની છેતરપિંડી:
આ માટે કંપનીએ કન્સલ્ટિંગ ફર્મ ઇવાયઇની સેવાઓ લીધી છે. તપાસમાં તે જાહેર કરવામાં આવ્યું હતું કે કંપનીના કેટલાક જુનિયર કર્મચારીઓએ વિક્રેતાઓ સાથે વાટાઘાટ કરી હતી. શર્માએ જણાવ્યું હતું કે આ છેતરપિંડી બે આંકડામાં કરવામાં આવી છે જે રૂપિયા 10 કરોડથી વધુ છે. તેમણે જણાવ્યું હતું કે આ મુશ્કેલીઓ દૂર કરવામાં આવી છે અને હજારો વિક્રેતાઓને પણ દૂર કરવામાં આવ્યા છે. અમે ખાતરી આપીએ છીએ કે ફક્ત અમારા બ્રાંડેડ વેચાણકર્તાઓ જ અમારા પ્લેટફોર્મ પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post paytm સાથે થઇ રૂપિયા 10 કરોડથી વધુની છેતરપિંડી, હજારો લોકોને થઇ અસર appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/10-crore-rupees-fraud-detected-in-patyam-probe-revealed-company-chief/
via Best Gujarati News
0 Comments