શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 203 પોઇન્ટ ઘટ્યો અને નિફ્ટી 11,157 પર બંધ
આજે દિવસના અંતે શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ −203.65 અંક એટલે કે 0.55% ઘટીને 37,114.88 પર અને નિફ્ટી −65.05 અંક એટલે કે 0.58% ઘટીને 11,157 પર શેરમાર્કેટ બંધ થયું છે.
ઉલ્લેખનિય છે કે આજે પ્રારંભિક ટ્રેડિંગમાં, શેરબજારમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 220.52 પોઇન્ટ વધીને 37,539.05 ની સપાટીએ ખુલ્યો હતો. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 49.65 પોઈન્ટ વધીને 11,271.70 ની સપાટીએ ખુલ્યો હતો. પ્રારંભિક ટ્રેડિંગમાં, નિફ્ટીના 100 શેરનો સ્મોલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઈન્ડેક્સ ગ્રીન ઝોન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે શેરબજારના આરંભમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ્સ, યુપીએલ, બીપીસીએલ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, આઇઓસી, રિલાયન્સ, વેદાંત, એક્સિસ બેન્ક, આયશર મોટર્સ, એચડીએફસી બેન્ક, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટાઇટન કંપની , GAIL, ICICI Bank અને SBI માં મજબૂત સાથે ટ્રેડિંગ થઇ રહ્યું હતુ.
બીજી બાજુ, વ્યવસાયની શરૂઆતમાં યસ બેંક, ભારતી એરટેલ, ગ્રાસીમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, સન ફાર્મા, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, એશિયન પેઇન્ટસ, ભારતી ઇન્ફ્રાટેલ, લાર્સન, જેએસડબ્લ્યુ સ્ટીલ અને કોટક મહિન્દ્રા નબળાઈ સાથે ટ્રેડ થયો હતો.
બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં નજીવી રિકવરી સાથે જોવા મળ્યો હતો. બુધવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 10 પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 70.34 ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 70.44 પર બંધ રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 203 પોઇન્ટ ઘટ્યો અને નિફ્ટી 11,157 પર બંધ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-37114-nifty-11157/
via Best Gujarati News
0 Comments