ઈન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લાં ૩ વર્ષ દરમિયાન રૂપિયા 1 કરોડ કે તેથી વધુ રકમની મિલકતની ખરીદીના વ્યવહાર કરનારાઓ વિશે વધુ વિગતો મંગાવી છે. જો આ પ્રકારની વિગતોમાં શંકાસ્પદ વ્યવહાર જોવા મળશે તો તેવા કિસ્સામાં સ્ક્રુટિની કરવામાં આવે તેવી શક્યતા છે.

આવકવેરા વિભાગે, રુ. ૧ કરોડ અને તેથી વધુ રકમની મિલકતના દસ્તાવેજ કે વ્યવહાર કર્યા હોય તેવા કરદાતાઓની આવકના સોર્સ, ટ્રેન્ડ સહિત આનુષાંગિક ડીટેઈલ પણ મંગાવી છે અને સેક્શન- ૧૩૩-૬ હેઠળ મંગાવાયેલી આ વિગતોનું એનાલિસીસ કરાયા બાદ સંતોષકારક સ્પષ્ટતા ન કરનારા કરદાતાઓના કિસ્સામાં વધુ તપાસ હાથ ધરીને ટેક્સ, પેનલ્ટી વસૂલવા સહિતના પગલાં લેવાય તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, આવકવેરા વિભાગ, રીઅલ એસ્ટેટ સેક્ટરમાં છેલ્લાં ૩ વર્ષ દરમિયાન ફ્લેટ, દુકાન, જમીન, બંગલો વગેરેમાં મોટી રકમના વ્યવહારો થયા હોય તેના પર ચાંપતી નજર રાખી રહ્યો છે. આ પ્રકારે મોેટી રકમની મિલકત ખરીદનારની આવકના સ્ત્રોત, વ્યક્તિએ લીધેલી લોન, સગાં-સંબંધી પાસેથી મેળવેલી આર્થિક સહાય કે અન્ય મદદ, વ્યકિતની આવકનો ટ્રેન્ડ, વગેરે સહિતની તમામ વિગતો મંગાવવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ પોતાની આવક અને સ્ત્રોત કરતાં વધુ રકમ કે વાજબી ન હોય તે પ્રકારે આવક મેળવી હોય તે બાબતને આઈ. ટી. અધિકારીઓ ગંભીર ગણી રહ્યા છે. આ પ્રકારે મિલકત ખરીદીના શંકાસ્પદ વ્યવહારોમાં કરદાતાએ ચોક્કસ સમયગાળા દરમિયાન કરેલા બેંકિંગ વ્યવહારો, બેંકમાંથી મોટી રકમની રોકડ રકમના ઉપાડ કે મોટી રકમ જમા કરાવવી, ચેક મારફતે કોના ખાતામાંથી રકમ જમા થઈ છે, બિલ્ડર કે ડેવલપર્સને રોકડ અને ચેક મારફતે  ચૂકવેલી રકમ, વગેરે સહિતની બાબતે તપાસ કરીને તથા તે અંગેની વિગતોને ખરાઈ કરીને શંકાસ્પદ કેસોની આવકવેરા વિભાગની તપાસને સ્ક્રુટિનીમાં તબદીલ કરીને સઘન તપાસ હાથ  ધરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post છેલ્લા 3 વર્ષમાં જો તમે 1 કરોડથી વધુની મિલકત ખરીદી હોય, તો વાંચી લો આ અહેવાલ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/last-3-years-the-buyer-of-property-worth-more-than-rs-1-crore/
via Best Gujarati News

0 Comments