ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અમલી બન્યા પછી પ્રથમ વાર્ષિક રિટર્ન તા. ૩૦ જૂન સુધીમાં ફાઈલ કરવાનું રહેશે. વેપારીઓએ ફાઈલ કરવાનું ૧૨ પાનાંનું GSTR – ૯ રિટર્ન પોર્ટલ પર મૂકાયું છે. આ રિટર્ન જટિલ હોવાને કારણે ય્જી્ના કર્મચારીઓને પણ પૂરી સમજ પડતી નથી. જેના કારણે વેપારીઓ મૂંઝવણમાં મૂકાયા છે.

આ રિટર્ન જટિલ છે હોવા ઉપરાંત તેમાં એટલી બધી વિગતો માંગવામાં આવી છે કે જે ભરવામાં વેપારીઓ અને ટેક્સ પ્રેક્ટીશનર્સને પણ મુશ્કેલી પડી રહી છે. આ રિટર્ન ફાઈલ કરવામાં ખરીદ- વેચાણની વિગતો મિસ મેચ થાય છે.

જેના કારણે વેપારીઓ, ટેક્સ પ્રેક્ટીશનર્સ પણ પરેશાન થઈ ગયા છે. આ રિટર્ન નિયત સમય મર્યાદામાં ફાઈલ ન થાય તો રોજના રુ. ૨૦૦ અથવા વેચાણના ટર્ન ઓવરના ૨ ટકા લેખે પેનલ્ટીની જોગવાઈ કરાઈ છે.

સમગ્ર દેશમાં તા. ૧ જુલાઈ, ૨૦૧૭થી ય્જી્નો અમલ કરાયો હતો. આથી. તા.૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી એટલેકે ૯ મહિનાના વ્યવહારોને આધારે વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાનું નક્કી કરાયું હતું અને તે માટે GSTR-૯ પોર્ટલ પર મૂક્યું હતું. જોકે, આ રિટર્નનું ફોર્મેટ જાહેર ન થવાથી GSTR-૯ રિટર્ન ફાઈલ કરવાનીમુદત તા.૩૦ જૂન, ૨૦૧૯ સુધી લંબાવાઈ હતી.

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં  આ રિટર્ન સંબંધિત જરુરી ફોર્મ અને યુટિલિટી પોર્ટલ પર મૂકાયા છે. આ રિટર્ન ૧૨ પાનાનું છે અઇને તેમાં વેપારીએ ૨૦૧૭ના વર્ષમાં કરેલા વ્યવહારોની વિસ્તૃત વિગતો આપવાની રહેશે. જેમાં ખરીદી- વેચાણ, ઁજીગ્દ નંબર મુજબ માલ, સર્વિસ, મશીનરી પરના ખરીદ વેરાની વિગતો, 

ઓનલાઈન ખરીદવેરાનું પત્રક, ચોપડા સાથે મેળવવાનું રહેશે. GSTR-૯ રિટર્ન ફેબ્રુઆરી, ૨૦૧૯ સુધી અપડેટ કર્યા છે અને તે મુજબ  વેપારીઓએ કરેલ જરુરી સુધારા તેમાં દર્શાવાતા ન હોવાથી  મુશ્કેલી પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post GST વાર્ષિક રિટર્ન ભરવાની પ્રક્રિયા જટિલઃ ડેટા મિસ મેચ થતા હોવાથી લોકોને પડી રહી છે આવી મુશ્કેલીઓ! appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/gst-annual-return-process-is-critical-people-are-falling-asleep-due-to-data-miss-match/
via Best Gujarati News

0 Comments