બુમરાહએ મારી બાજી, વિરાટ કોહલી બન્યો નંબર-1 બેટ્સમેન
ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ ‘સિએટ ક્રિકેટ રેટિંગ (સીસીઆર) ઇન્ટરનેશનલ’ એવોર્ડ ૨૦૧૯માં વર્ષના સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને બેટ્સમેનનો પુરસ્કાર પોતાના નામે કરી લીધો છે. જોકે, સોમવારે અહિંયા શાનદાર કાર્યક્રમમાં ભારતીય કેપ્ટન પોતાની હાજરી નોંધાવી શક્યો નહી.
પોતાના સમયનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાના એક વિરાટ કોહલી ૩૦મેંથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા વિશ્વકપમાં ભારતીય ટીમની આગેવાની કરશે. ઝડપી બોલર બુમરાહને વર્ષના સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય બોલરનો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો.
સિએટએ અફઘાનિસ્તાનનાં લેગ સ્પિનર રાશિદ ખાનને સારી બોલિંગ અને ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન એરોન ફિંચને ટી-૨૦માં તેના સારા પ્રદર્શન માટે પુરસ્કૃત કરવામાં આવ્યો. યુવા ખેલાડી યશસ્વી જયસવાલને વર્ષનો સર્વશ્રેષ્ઠ જુનિયર ક્રિકેટર. જ્યારે કુલદીપ યાદવને સૌથી સારા પ્રદર્શનનો પુરસ્કાર આપવામાં આવ્યો.
આશુતોષ અમનને વર્ષના સર્વશ્રેષ્ઠ ઘરેલુ ક્રિકેટરનાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. ભારતને 1983ના વિશ્વકપમાં મળેલ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર દિ્ગ્ગજ ખેલાડી મોહિંદર અમરનાથને ‘સીસીઆર ઇન્ટરનેશનલ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બુમરાહએ મારી બાજી, વિરાટ કોહલી બન્યો નંબર-1 બેટ્સમેન appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ceat-awards-virat-kohli-cricketer-of-year-award/
via Best Gujarati News
0 Comments