પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) વિશ્વકપમાં ૧૦ ટીમો પાસે ભ્રષ્ટાચાર નિરોધક અધિકારી રહેશે, જેથી ટૂર્નામેન્ટને ફિક્સિંગથી બચાવી પાક અને સાફ રાખી શકાય. મીડિયાની રિપોર્ટ અનુસાર આઇસીસી દરેક ટીમ સાથે આઇસીસી દરેક ટીમ સાથે એક ભ્રષ્ટાચાર નિરોધક અધિકારી રાખશે, જે અભ્યાસ મેચોથી લઇ ટૂર્નામેન્ટના અંત સુધી ટીમની સાથે રહેશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,’આ પહેલા આઇસીસીની ભ્ર્રષ્ટાચાર નિરોધક એકમના અધિકારી દરેક ક્ષણે તેનાત રહેતા હતાં. જેના કારણે ટીમોને ટૂર્નામેન્ટ દરમિયાન ઘણા અધિકારીઓ સાથે સંપર્ક કરવાનો રહેતો હતો.’

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.’હવે એક જ અધિકારી દરેક ટીમ સાથે અભ્યાસ મેચથી લઇ ટૂર્નામેન્ટના અંત સુધી રહેશે અને તે જ હોટલમાં રોકાશે, જ્યાં ટીમ રોકાશે. તેમની સાથે અભ્યાસ અને મેચોમાં લેવામાં પણ આવશે. આ વિશ્વકપને ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવાની આઇસીસીનું મહત્વપૂર્ણ પગલું છે.’

નોંધનિય છે કે, આઇસીસી એ ક્રિકેટને પાક સાફ રાખવા માટે ખુબ જ સક્રિય છે. આઇસીસીએ શનિવારે શ્રીલંકાના પરફોરમેંન્સ વિશ્લેષક સનત જયસુંદરાને આઇસીસી ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનના બે ગુના માટે આરોપિત કર્યો હતો. જયસુંદરાને તરત પ્રભાવથી અસ્થાયી રૂપે નિલંબિત કરી દેવામા આવ્યા.

તેને આઇસીસી આચારસંહિતાની કલમ 2.1.3 અને 2.1.1 ના અંતર્ગત આરોપિત કરવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાની તપાસમાં અવરોધ ઉભો કરવા માટે તેને કલમ 2.4.7 અંતર્ગત પણ આરોપિત કરવામાં આવ્યો હતો. જયસુંદરાને 14 દિવસની અંદર આ આરોપોનો જવાબ આપવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post World Cup 2019ને ફિક્સિંગથી બચાવવા, ટીમ સાથે હોટલમાં રોકાશે આ વ્યક્તિ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/anti-corruption-officer-in-every-team-world-cup-2019/
via Best Gujarati News

0 Comments