ચેન્નઇ સામે મેચ જીત્યા બાદ રોહિત શર્માએ યુવરાજનું દબાવ્યું ગળું Video
(આઇપીએલ)ના ઇતિહાસની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડિયન બની ગઇ છે. મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે (12મેંના રોજ) 12માં સિઝનની ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સને એક રનથી હરાવીને ચોથી વખત પુરસ્કાર પોતાના નામે કરી લીધો છે. મુંબઇ ઇન્ડિયન્સ હવે સૌથી વધારે વખત પુરસ્કાર જીતનાર ટીમ બની ગઇ છે. ચેન્નઇ સુપર કિંગ્સનાં ખાતામાં ત્રણ આઇપીએલ પુરસ્કાર છે. ફાઇનલ મેચ બાદ મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓએ ખુબ જ આફ્ટર પાર્ટી પણ કરી.
આફ્ટર પાર્ટીનો એક વીડિયો મુંબઇ ઇન્ડિયન્સનાં પેજ પર શેર પણ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા અને યુવરાજ સિંહ સાથે રેમ્પ કરતા નજર આવ્યા. બંન્ને સાથે મલીને ગાઇ પણ રહ્યા છે. આ દરમિયાન મજાક-મજાકમાં રોહિત શર્મા યુવરાજ સિંહનું ગળું પકડતા પણ નજર આવે છે. યુવરાજ સિંહને આ સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે બેસ પ્રાઇઝ પર ખરિદ્યો હતો. યુવી શરૂઆતની ચાર મેચ રમ્યો હતો. પરંતુ બાદમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યુ નહી.
મુંબઇ ઇન્ડિયન્સના ચોથા પુરસ્કારની યુવીએ ખુબ જ ઉજવણી કરી. રોહિત શર્મા પણ આ વીડિયોમાં પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યો. આ મેચ હેદરાબાદનાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ મેદાનમાં રમાઇ હતી.
મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૮ વિકેટ પર ૧૪૯ રન બનાવ્યા, જેના જવાબમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ ૨૦ ઓવરમાં સાત વિકેટ પર ૧૪૮ રન જ બનાવી શકી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચેન્નઇ સામે મેચ જીત્યા બાદ રોહિત શર્માએ યુવરાજનું દબાવ્યું ગળું Video appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/after-winning-the-match-against-chennai-rohit-sharma-pressured-yuvrajs-throat/
via Best Gujarati News
0 Comments