જી હા દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં માત્ર 1 એટીએમ મશીન છે અને આ ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ છે. આ દેશનું નામ એન્ટાર્કટિકા છે. શિયાળામાં -60 સેલ્સિયસ ડિગ્રી સુધી ટેમ્પરેચરવાળા આ દેશમાં 1998માં બે એટીએમ મશીન લગાવામાં આવ્યા હતા, તેમાંથી હવે એક જ કામ કરે છે.

એન્ટાર્કટિકાના મૈકમર્ડો સ્ટેશન પર આ એટીએમ મશીન વેલ્સ ફર્ગો એ લગાવ્યું. વેલ્સ ફર્ગો બેન્કિંગ ગ્રૂપ છે, જે એટીએમ મશીન લગાવે છે.

નાસાના મતે એન્ટાર્કટિકાના મૈકમર્ડો સ્ટેશનની વસતી 250થી 1250ની આસપાસ છે. જો કે આ દેશમાં સૌથી વધુ લોકો રહેતા હોય તેવી આ જગ્યા છે. આ સિવાય એન્ટાર્કટિકામાં આનાથી પણ ઓછી વસતીવાળા રહે છે. મેકમર્ડો સ્ટેશનના લોકો માટે અહીં કોફી શોપ, જનરલ સ્ટોર્સ, પોસ્ટ ઓફિસ છે. જેમાંથી તેઓ થોડીક જ રોકડ લે છે. આથી આ શહેરમાં એટીએમ મૂકવામાં આવ્યું.

વૈલ્સ ફર્ગોના મતે ગિનીઝ વર્લ્ડ ઓફ રેકોર્ડના મતે મેકમર્ડો સ્ટેશન પર આવેલ આ એટીએમનું નામ સુદુર દક્ષિણ ભાગમાં આવેલા એકમાત્ર એટીએમ હોવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. તેની સાથે જ આ એન્ટાર્કટિકાના આખા ખંડ પર હાલ એકમાત્ર એટીએમ છે.

વેલ્સ ફર્ગોના વાઇસ પ્રેસિડન્ટ ડેવિડ પાર્કરના મતે અહીં લોકોને રોકડની ખાસ જરૂર પડતી નથી. તેમ છતાંય એટીએમ મશીનમાં રોકડ નક્કી સમય પર મૂકાય છે. સાથો સાથ એટીએમની પણ વર્ષે બે વર્ષે સર્વિસ કરાય છે.

પાર્કર એ આ બંને એટીએમમાંથી માત્ર એક ચાલતું હોવાનું કહ્યું, બીજા એટીએમનો ઉપયોગ પહેલાંને ચાલુ રાખવા માટે કરાય છે. જેમકે કોઇ સ્પેર પાર્ટ ખરાબ થાય છે તો બીજા એટીએમમાંથી નીકાળાય છે.

આપને જણાવી દઇએ કે એન્ટાર્કટિકા દેશ આખા 14 મિલિયન કિલોમીટર એરિયામાં ફેલાયેલ છે. આ દુનિયાનો સૌથી ઠંડો, બર્ફીલા હવાવાળો સૌથી સૂકો ખંડ છે. એન્ટાર્કટિકાનો 90 ટકાથી વધુ એરિયા માત્ર બરફથી ઢંકાયેલો છે. આ દેશનું રેકોર્ડ ટેમ્પરેચર 1983 સાલમાં -90 ડિગ્રી સેલ્સિયસ સુધી ગયું હતું.

આ Video પણ જુઓ : સુરતમાં સવા 2 લાખ મિલકતોનું થશે વેરિફિકેશન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દુનિયાના સૌથી મોટા દેશમાં માત્ર 1 જ ATM, કોઇને કોઇ જ મુશ્કેલી નથી appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/world-loneliest-atm-at-antarctica/
via Best Gujarati News

0 Comments