ચીનની એપલ તરીકે ઓળખાતી સ્માર્ટફોન ઉત્પાદક કંપની Xiaomiએ સ્માર્ટફોન, જૂતા, હવા શુદ્ધિકરણ અને પેન પછી વાયરલેસ સાવરણી લોન્ચ કરી છે. Xiaomiએ આ વાયરલેસ ઇલેક્ટ્રિક સાવરણીની કિંમત 99 યુઆન એટલે લગભગ 1030 રૂપિયા રાખી છે. તેમજ આ સાવરણીનું વેચાણ કંપનીના crowdfunding પ્લેટફોર્મથી કરવામાં આવી રહ્યું છે.

Xiaomiની ઇલેક્ટ્રિક સાવરણીની વિશેતાઓ વિશે વાત કરીએ તો તેમાં બે બ્રશ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, 2000 એમએએચ બેટરી આપવામાં આવી છે. કંપની દાવો કરે છે કે આ એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી આ સાવરણીનો ઉપયોગ સતત 2 કલાક સુધી કરી શકાય છે.

આ સાવરણીના બ્રશની સ્પીડ 1300r/min છે. સારી સફાઇ માટે આને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં રોટેશનની સુવિધા છે, જેની મદદથી સાવરણીને કોઇપણ દિશામાં ફેરવી શકાય છે. આ સાવરણીનું વજન 1 કિલોગ્રામ છે. જોકે, આ સાવરણીને તમારા હાથથી કન્ટ્રોલ કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, Xiaomiએ 24 એપ્રિલે ભારતમાં રેડમી 7 અને રેડમી વાય 3ની સાથે સ્માર્ટ બલ્બ લોન્ચ કર્યો હતો. Xiaomiના આ સ્માર્ટ બલ્બમાં 16 લાખ રંગ છે અને તે 11 વર્ષ ચાલશે. આ બલ્બને એમઆઇ હોમ એપ દ્વારા કન્ટ્રોલ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Xiaomiએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક સાવરણી, એક વખતના ચાર્જમાં 2 કલાક ચાલશે appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/xiaomi-mi-wireless-sweeper-launched-for-crowdfunding/
via Best Gujarati News

0 Comments