સ્માર્ટફોન નિર્માતા કંપની Oppoએ માર્વેલની એવેન્જર્સ ફિલ્મ પર તેનો Oppo F11 Pro સ્માર્ટફોનની એક ખાસ આવૃત્તિ લોન્ચ કરી છે. લિમિટેડ ધરાવતા આ સ્માર્ટફોનમાં એક ગ્લોસી ફિનિશ ડિઝાઇનની સાથે વાદળી પેટર્ન આપવામાં આવી છે. અને સ્માર્ટફોનની પાછળની સાઇટ પર લાલ રંગનો એવેન્જર્સનો લોગો આપવામાં આવ્યો છે. બોક્સમાં એક થર્મો પ્રિન્ટેડ એવેન્જર્સ લોગો અને સ્ટામ્પ્ડ કલેક્ટર બેચ પણ પ્રમાણપત્ર તરીકે આપવામાં આવ્યું છે.

મારવેલ સ્ટૂ઼ડિયોની લેટેસ્ટ ફિલ્મ એવેન્જર એન્ડ ગેમને લઇને દર્શકોમાં જોવા મળી રહેલા ભારે ક્રેઝનો ફાયદો ઉઠાવા માટે આ ફિલ્મ બનાવનાર માર્વેલ સ્ટૂડિયો સાથે ટાઇઅપ કરીને F11 Pro માર્વેલ્સ એવેન્જર લિમિટેડ એડિશન સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

ફોનની ખાસિયતો વિશે જાણીએ:
આ સ્માર્ટફોન સાથે ઓપ્પો એક કલેક્શન સર્ટિફિકેટ, એક થીમ-પ્રિન્ટેડ લોગો અને એક કેપ્ટન અમેરિકા ઇસ્પાયર્ડ બેક કવર પણ આપી રહી છે. જેનો ઉપયોગ સ્ટેંડ તરીકે પણ કરી શકાય છે. આ એડિશનમાં એજ ફિચર્સ આવેલા છે જે ફિસર્ચ માર્ચમાં લોન્ચ કરવામાં આવેલા ઓપ્પો F11 Pro માં આપવામાં આવ્યા હતા.

સ્માર્ટફોનના એવેન્જર્સ એન્ડગેમ એડિશન માત્ર એક જ વેરિએન્ટમાં મળશે. સ્માર્ટફોન 6 GB રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેઝ સાથે મળશે. આ એડિશનની કિંમત 27,990 રૂપિયા રાખવામાં આવી છે. આ મોબાઇલને આજથી પ્રિઓર્ડર તરીકે બુક કરવામાં આવી રહ્યો છે. આ ફોનમાં 16MPનો પોપ-અપ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. અને રિયર કેમેરો 48MPનો પ્રાઇમરી કેમેરો અને 5MPનો સેકેન્ડરી કેમેરા વાળો ડ્યુઅલ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4,020mAhની બેટરીની સાથે VOOC ફાસ્ટ ચાર્જરનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એવેન્જર્સ એન્ડ ગેમ એડિશન સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, ઇ-કોમર્સ સાઇટ પર ખરીદવાની તક appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/oppo-f11-pro-avengers-endgame-edition-to-launch-in-india/
via Best Gujarati News

0 Comments