જાણો, કેમ મતદારની આંગળી પર લગાવવામાં આવે છે શાહી? જેને સરળતાથી ભૂંસી શકાતી નથી
ચૂંટણીના સમયમાં દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં લાગી હોય છે કે અમને વોટ આપો. જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તો તમારે પણ મતદાન કરવું જોઈએ. આ તમારો અધિકાર તેમજ તમારી જવાબદારી છે.
કોઈએ મતદાન કર્યું છે કે નહીં તે જાણવાનો સૌથી સરળ ઉપાય જેતે વ્યક્તિની આંગળી પર લાગેલી શાહી હોય છે. શાહી પરથી તમને સરળતાથી અંદાજો આવી જાય છે કે તે વ્યક્તિએ મતદાન કર્યું છે કે નહીં. જ્યારે કોઈ મતદાર મત આપવા જાય છે ત્યારે ચૂંટણી અધિકારી તે મતદારની આંગળી પર ખાસ પ્રકારની શાહી લગાવતા હોય છે.
શું તમે જાણો છો કે ચૂંટણી અધિકારી આંગળી પર જે શાહી લગાવે છે તે કયાં પ્રકારની હોય છે અને તે સરળતાથી કેમ નીકળતી પણ નથી.
તમને જણાવી દઈએ કે જ્યારે ભારતમાં ચૂંટણી કરવામાં આવતી હતી ત્યારે કોઈ પ્રકારની શાહી લગાવવામાં આવતી ન હતી. જેનો દુરઉપયોગ કરીને કેટલાક લોકો ખોટું મતદાન કરતા હતા. જેના કારણે ચૂંટણી અધિકારીઓને ખોટા વોટની ફરિયાદો આવવા લાગી. ત્યારબાદ ચૂંટણી અધિકારીઓને શાહી લગાવવાનો નિર્ણય લીધો. જે બાદ તેઓએ નેશનલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા પાસેથી એવી શાહી બનાવવા માટે કહ્યું કે જેને સરળતાથી ભુંસી ન શકાય.
1962માં થયેલી ચૂંટણીમાં પ્રથમવાર શાહીને ઉપયોગમાં લેવામાં આવી. ત્યારથી અત્યાર સુધી આવા પ્રકારની શાહીનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ શાહીમાં સિલ્વર નાઈટ્રેટ મેળવેલું હોય છે જેને લીધે શાહીને ફોટો સેન્સેટિવ બનાવી નાંખે છે. જેથી શાહી તડકાના સંપર્કમાં આવતા જ તે વધારે જ ઘટ્ટ થઈ જાય છે. શાહીને જ્યારે નખ પર લગાડવામાં આવે છે ત્યારે તે ભુરા રંગની હોય છે. અને લગાવ્યાના થોડા જ સમય બાદ તેનો રંગ છીંકણી થઈ જાય છે.
ચૂંટણી અધિકારી જ્યારે મતદારની આંગળી પર શાહી લગાવે છે ત્યારે સિલ્વર નાઈટ્રેટ શરીરના મીઠા સાથે ભળીને સિલ્વર ક્લોરાઈડ બનાવે છે. જણાવી દઈએ કે સિલ્વર ક્લોરાઈડ પાણીનાં સંપર્કમાં આવતું નથી અને ત્વચા સાથે જોડાયેલું રહે છે. આ શાહીનું નિશાન ત્યારે જ જાય છે જ્યારે ત્વચા પર આવેલા સેલ્સ ધીમે-ધીમે નીકળવા ન લાગે. હાઈ ક્વોલેટીની ચૂંટણી શાહી હોય છે તે 40 સેકન્ડની અંદર જ સુકાઈ જાય છે અને તેનું રિએક્શન એટલું ઝડપી હોય છે કે આંગળી પર લાગવાની સેકન્ડમાં જ તે પોતાનો રંગ છોડી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જાણો, કેમ મતદારની આંગળી પર લગાવવામાં આવે છે શાહી? જેને સરળતાથી ભૂંસી શકાતી નથી appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/this-is-the-reason-why-voter-finger-inked-by-the-election-commissioner-which-can-not-be-easily-erased/
via Best Gujarati News
0 Comments