સ્માર્ટફોન માર્કેટ પર ચીનની બ્રાન્ડનો દબદબો, ભારતીય કંપનીઓ રહી પાછળ
ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomiએ 2019માં પહેલા ત્રિમાસીક ગાળામાં પોતાનું ટોપ સ્પોટ યથાવત જાળવી રાખ્યુ છે. કંપનીની ભારતીય બજરમાં ભાગીદારી 29 ટકા છે. આ વાતની જાણકારી એક રિપોર્ટ દ્વારા આપવામાં આવી છે. જો કે આ દરમિયાન Xiaomiના વેચાણમાં ઓલઓવર 2 ટકાનો ઘટાડો નોધાયો છે. ગયા વર્ષ સુધીમાં કંપનીએ 31 ટકા પોતાની ભાગીદીરી વધારી છે. બીજા સ્થાન પર 23 ટકા બજારની ભાગીદારી સાથે Samsung રહ્યુ છે.
ભારતીય માર્કેટમાં ચીનની બ્રાંડનો દબદબો
ત્રીજા સ્થાન પર Vivo છે જેની માર્કેટમાં ભાગીદારી 13 ટકા છે. ભારતીય સ્માર્ટફોન બજારમાં ચીનની સ્માર્ટફોન બ્રાંડે રેકોર્ડ નોંધાવ્યો છે. ચીનની સ્માર્ટફોન બ્રાંડે 2019માં 66 ટકા ભાગીદારી કરી હતી. ડેટાનો વપરાશ વધી રહ્યો છે. બીજા ક્ષેત્રની સરખામણીએ આ યૂઝર્સ પોત પોતાના ફોનને ખુબજ ઝડપથી અપગ્રેડ કરી રહ્યા છે. આના કારણે લોકો સ્માર્ટફોન પર વધારે ખર્ચ કરી રહ્યા છે અને તેની કિંમતમાં સરેરાશ વધારો થયો છે.
પ્રીમિયર સેગમેન્ટમાં Samsung આગળ
પ્રીમિયર સેગમેન્ટમાં Samsungએ OnePlusને પાછળ રાખી દીધો છે. આ સેગમેન્ટમાં 30,000 રૂપિયાથી વધારાના સ્માર્ટફોન્સનો સમાવેશ થાય છે. આ સેગમેન્ટમાં Samsung પહેલું સ્થાન જમાવ્યુ છે જ્યારે આ સફળતાનો શ્રેય Samsung S10 સીરીઝને ફાળે જાય છે. Vivo, Realme અને Oppoના ગ્રોથને કારણે ભારત ચાઈનીઝ બ્રાંડનું વોલ્યુમ ગયા વર્ષની સરખામણીએ 20 ટકા વધ્યુ છે. Xiaomiની વાત કરીએતો Redmi Note 7 સીરીઝ લૉન્ચ પછી ત્રિમાસીક ગાળામાં જ 10 લાખ હેન્ડસેટ વેચવામાં સફળ રહ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સ્માર્ટફોન માર્કેટ પર ચીનની બ્રાન્ડનો દબદબો, ભારતીય કંપનીઓ રહી પાછળ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/chinese-smartphone-makers-retain-a-66-percent-market-share-in-indian-market/
via Best Gujarati News
0 Comments