યુગાન્ડામાં 39 વર્ષની એક મહિલાને 38 બાળકો છે. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ આ સત્ય છે. મહિલાનું નામ મરિયમ નાબાતંજી છે. તેનાં લગ્ન થયા ત્યારે તેની ઉંમર માત્ર 12 વર્ષ હતી. 13 વર્ષની ઉંમરે તેણે પહેલીવાર જોડિયાં બાળકોને જન્મ આપ્યો. મરિયમનાં મોટા ભાગનાં બાળકો જોડિયાં છે.

વિશ્વ બેન્કે આ મહિલાની લીધી નોંધ
વિશ્વ બેંકે આ બાબતની નોંધ લીધી છે અને નોંધ્યુ છે કે, મરિયમ એક ખાસ મહિલા છે. ખાસ કરીને હાલ દુનિયામાં મહિલાઓનો પ્રજનન દર ઘટતો જાય છે. વિશ્વ બેંકનો ડેટા વૈશ્વિક મહિલા સરેરાશ દીઠ 2.4 બાળકોનો દર્શાવે છે.

ડોકટર્સે પહેલાં જ કહી દીધું હતું કે..
મરિયમ પહેલીવાર જ્યારે જોડિયાં બાળકોની માતા બની ત્યારે તેણે બર્થ કન્ટ્રોલને લઈને ડોક્ટરની સલાહ લીધી હતી. ડોક્ટરે કહ્યું હતું કે, બર્થ કન્ટ્રોલ માટે લીધેલી દવાઓથી તેને નુકસાન થઈ શકે છે. કેમકે તેનું ગર્ભાશય બાકી મહિલાઓની તુલનાએ મોટું છે. આ કારણે તેને જોડિયાં બાળકો જ થશે. ખાસ વાત એ છે કે 38 બાળકોને તે એકલી જ ઉછેરી રહી છે.

મરિયમને કુલ 44 બાળકો જન્મયા
મરિયમના બાળકોની ગણતરી કરીએ તો છ વખત જોડિયા બાળકો(12), ત્રિપુટીના ચાર(12) અને પાંચ વખત ચાર બાળકો(20) મળીને કુલ 44 બાળકો જન્મ્યા હતા. જેમાંથી 6 બાળકોનાં મોત થતાં હાલ 38 બાળકો જીવીત છે. મરિયમના પતિએ તેમના છેલ્લા જન્મેલા જોડિયા બાળકોના સમૂહ પછી ત્રણ વર્ષ પહેલાં છૂટાછેડા લીધા હતા.

મરિયમના પુત્ર તીમોથી અકીકીએ કહ્યું કે, અમારી માતા જે કંઈ કરવા માંગે છે તે અમે કરીએ છીએ. અમારી માતા અમને ખૂબ ગમે છે. જ્યારે માતા બહાર જાય ત્યારે નાના ભાઈ બહેનોને સાચવવા માટે અમને જવાબદારી સોંપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post 39 વર્ષની મહિલાને 38 બાળકો, ડિલિવરી વખતે જ ડૉકટર કહી દીધું હતું કે… appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/ugandan-mother-of-38-from-15-pregnancies-now-a-struggling-single-parent/
via Best Gujarati News

0 Comments