ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડે આ વર્ષે અર્જુન એવૉર્ડ માટે 4 ક્રિકેટર્સનાં નામની ભલામણ કરી છે, જેમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવ સામેલ છે. શમી, બુમરાહ અને રવિન્દ્ર જાડેજા ભારતીય પુરૂષ વિશ્વ કપનો ભાગ છે. પૂનમ યાદવ મહિલા ક્રિકેટર છે. અર્જુન એવૉર્ડ દર વર્ષે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને આપવામાં આવે છે. આ માટે અલગ અલગ રમતનાં બૉર્ડ ખેલાડીઓનાં નામ રમત મંત્રાલયને મોકલે છે. રમત મંત્રાલય એવૉર્ડ વિજેતાઓને પસંદ કરવા માટે સમિતિ બનાવે છે. આ સમિતિ ખેલાડીઓનાં નામ પર અંતિમ નિર્ણય લે છે.

સુપ્રીમ કૉર્ટનાં આદેશ પર નિયુક્ત સંચાલકોની સમિતિ(COA)એ સબા કરીમની હાજરીમાં આ ક્રિકેટર્સનાં નામ અર્જુન એવૉર્ડ માટે નક્કી કર્યા. પૂર્વ ક્રિકેટર સબા કરીમે જ આ 4 નામોનો પ્રસ્તાવ રાખ્યો. આ ખેલાડીઓએ છેલ્લા એક વર્ષમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. જસપ્રિત બુમરાહ આ સમયે વન ડેમાં નંબર-1 બૉલર છે. તે ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન ડે અને ટી-20)માં ટીમ ઇન્ડિયાનો પ્રમુખ બૉલર છે. આવતા મહિને શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં તેના પર મોટી જવાબદારી હશે. જસપ્રિત બુમરાહને હાલનાં સમયમાં ડેથ ઑવરનો સૌથી સર્વશ્રેષ્ઠ બૉલર માનવામાં આવે છે.

મોહમ્મદ શમી પણ અત્યારનાં સમયે શાનદાર ફૉર્મમાં છે. તેણે 2018માં જ્યારથી ટીમ ઇન્ડિયામાં પુનરાગમન કર્યું છે, ત્યારથી ટેસ્ટ અને વન ડેમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. શમી, બુમરાહ અને ભુવનેશ્વરની ત્રિપુટીને અત્યારે દુનિયાની સૌથી ખતરનાક ત્રિપુટી માનવામાં આવી રહી છે. ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમને સંતુલન આપે છે. જાડેજા ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ ફીલ્ડર છે. છેલ્લા 6 મહિનામાં તેણે વન ડેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કારણે તેને વર્લ્ડ કપ ટીમ માટે પણ પસંદ કરવામાં આવ્યો છે.

લેગ સ્પિનર પૂનમ યાદવે 18 મેચમાં 30 વિકેટ પોતાના નામે કરી છે. તે ભારતીય ટીમની સભ્ય છે. 27 વર્ષની આ સ્પિન બૉલરે વર્ષ 2018-19માં 18 મેચ રમી છે અને તેમાં 30 વિકેટ પોતાના નામે કરી છે. તેણે 41 વન ડે, 54 ટી-20 અને 1 ટેસ્ટ મેચ રમી છે, જેમાં વન ડેમાં 63, ટી-20માં 74 અને ટેસ્ટમાં 3 વિકેટ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અર્જુન એવૉર્ડ માટે આ ખેલાડીઓનાં નામની કરાઈ ભલામણ, ગુજરાતી ક્રિકેટરનું નામ પણ સામેલ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/bcci-recommends-shami-jasprit-bumrah-ravindra-jadeja-and-poonam-yadav-for-arjuna-award/
via Best Gujarati News

0 Comments