ક્રિકેટર્સ મહેન્દ્ર સિંહ ધોની સુપ્રીમ કૉર્ટમાં પહોંચ્યો છે. ધોનીએ પોતાની નવી અરજીમાં કૉર્ટ તરફ મદદની ગુહાર અવાજ લગાવી છે કે આમ્રપાલી પ્રોજેક્ટમાં તેને પેંટહાઉસનો કબજો અપાવવામાં આવે. સાથે જ તેને અન્ય ઘર ખરીદદારોની જેમ લેણદારોની યાદીમાં સામેલ કરવામાં આવે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કૉર્ટનાં કબૂલનામામાં જણાવ્યું છે કે તેમણે રાંચીમાં આમ્રપાલી સફાયરમાં પેંટહાઉસ બૂક કરાવ્યું હતુ. ત્યારે આમ્રપાલી ગ્રુપનાં મેનેજમેન્ટે તેમને ખોટા સપના બતાવ્યા. આ ચક્કરમાં આમ્રપાલી ગ્રુપે તેને પોતાની પ્રોડક્ટ્સનો બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યો.

ધોનીએ કૉર્ટને કહ્યું કે તેને ઠગવામાં આવ્યો છે. તેના દ્વારા કરવામાં આવેલા બ્રાન્ડનાં પ્રમોશનનાં રૂપિયા પણ બાકી છે અને ઘર પણ નથી આપવામાં આવ્યું. આ પહેલા ધોનીએ એક અરજીમાં કંપની પર 40 કરોડ રૂપિયા ના ચુકવવાનો આરોપ લગાવ્યો હતો અને માંગ કરી હતી કે તેની અવેજીમાં કેટલીક જમીન પોતાના માટે સુરક્ષિત રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં ધોની આમ્રપાલી ગ્રુપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો. ધોની 6 વર્ષ સુધી આ ગ્રુપ સાથે જોડાયેલો રહ્યો, પરંતુ વર્ષ 2016માં જ્યારે કંપની પર ખરીદદારોને ઠગવાનો આરોપ લાગ્યો, ત્યારે ધોનીએ આમ્રપાલીથી પોતાને અલગ કરી દીધો હતો.

શું છે મામલો?

46 હજાર હૉમ બાયર્સની અરજી પર સુપ્રીમ કૉર્ટ સુનાવણી કરી રહી છે, જેમને સમય પર ફ્લેટ આપવામાં આવ્યો નથી. કૉંર્ટે આમ્રપાલી ગ્રુપની તમામ સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ધોની પણ પોતાના નાણાકીય હિત માટે સુપ્રીમ કૉર્ટ પહોંચ્યો છે. ધોનીએ કૉર્ટને કહ્યું કે આમ્રપાલી ગ્રુપે તેની સાથે ઘણી સમજૂતીએ કરી, પરંતુ તેના કામની તેને ચુકવણી કરવામાં આવી નહીં. આમ્રપાલી ગ્રુપ પર 38.95 કરોડ રૂપિયાનું લેણું છે, જેમાં 22.53 કરોડ રૂપિયા મૂળ રકમ અને 16.42 કરોડ રૂપિયા વ્યાજ છે જેની ગણના 18 ટકા વાર્ષિક સાધારણ વ્યાજ સાથે કરવામાં આવી છે.

આમ્રપાલી ગ્રુપને ભીંસમાં લેતા સુપ્રીમ કૉર્ટે 28 ફેબ્રુઆરીનાં તેના સીએમડી અનિલ શર્મા અને બે ડાયરેક્ટર્સ શિવ પ્રિય અને અજય કુમારને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા. અત્યારે આ મામલે સુનાવણી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ધોનીએ સુપ્રીમ કૉર્ટને કહ્યું, “મને ઠગવામાં આવ્યો, ના ઘર આપ્યું કે ના મારા રૂપિયા” appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/ms-dhoni-filled-case-against-amrapali-group-in-supreme-court/
via Best Gujarati News

0 Comments