મહેન્દ્ર સિંહ ધોનીએ પહેલા પિતા અને હવે પુત્રનો કર્યો ‘શિકાર’
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સીઝનમાં ૧૧ એપ્રિલનાં રોજ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે જયપુરનાં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં એક અલગ જાણકારી સામે આવી છે. ચેન્નઈનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આ મેચથી આઈપીએલમાં પદાર્પણ કરી રહેલા રાજસ્થાન રૉયલ્સનાં ૧૭ વર્ષનાં યુવા બેટ્સમેન રિયાન પરાગને સ્ટંપિંગ આઉટ કર્યો હતો. ચેન્નઈએ આ મેચમાં ૪ વિકેટે વિજય મેળવ્યો હતો.
આ મેચમાંથી એ જાણકારી સામે આવી છે કે ધોની પહેલીવાર રિયાનને એ સમયે મળ્યો હતો, જ્યારે રિયાન ૩ વર્ષનો હતો. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે. હવે અચાનક જ એવી પણ માહિતી આવી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોનીએ ના ફક્ત રાજસ્થાનવાળી મેચમાં રિયાનને સ્ટંપિંગ આઉટ કર્યો હતો, પરંતુ તેણે લગભગ ૧૯ વર્ષ પહેલા રિયાનનાં પિતા પરાગ દાસને પણ ઘરેલૂ મેચમાં સ્ટંપિંગ આઉટ કર્યા હતો.
ધોનીએ ૧૯૯૯-૨૦૦૦ સીઝનમાં બિહાર તરફથી રમતા રણજી ટ્રોફીથી પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતુ. ધોનીએ ઈસ્ટ ઝોન લીગમાં અસમ સામે મેચની બીજી ઇનિંગમાં રિયાનનાં પિતા પરાગ દાસને સ્ટમ્પ આઉટ કર્યા હતા. દાસે એ મેચમાં ૨૪ બૉલમાં ૩૦ રન બનાવ્યા હતા. બિહારે આ મેચને ૧૯૧ રનથી જીતી લીધી હતી. ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વિટર પર રોચક આંકડા જાહેર કરતા લખ્યું હતુ કે, ‘ઘણા વર્ષો પહેલા રણજી ટ્રોફીની ૧૯૯૯-૨૦૦૦ની સીઝનમાં અસમની બીજી ઇનિંગનું સ્કૉર બૉર્ડ જુઓ. અસમનાં ઑપનર પરાગ દાસને યુવા વિકેટકીપર એમએસ ધોનીએ સ્ટમ્પ આઉટ કર્યા હતા. પરાગ દાસ રિયાન પરાગનાં પિતા છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મહેન્દ્ર સિંહ ધોનીએ પહેલા પિતા અને હવે પુત્રનો કર્યો ‘શિકાર’ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ms-dhoni-did-stumping-of-riyan-parag-and-his-father/
via Best Gujarati News
0 Comments