દરેક રમતમાં પુરૂષો અને મહિલાઓની અલગ સ્પર્ધાઓ હોય છે. કેટલીક રમતોમાં મિક્સ ઇવેન્ટ પણ હોય છે જ્યાં પુરૂષો અને મહિલા ખેલાડીઓ એક સાથે ભાગ લે છે. ક્રિકેટમાં પણ પુરૂષો અને મહિલાઓ એક સાથે રમશે તેવી વાતો સામે આવી રહી છે. તમે અત્યાર સુધી પુરૂષ ક્રિકેટમાં ક્યારે મહિલા એમ્પાયરને નહીં જોઇ હોય, પરંતુ હવે એવું નહીં થાય. આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2ની ફાઇનલમાં ઇતિહાસ બન્યો જ્યારે અમ્પાયરિંગ એક મહિલાએ કરી.

આ ઑસ્ટ્રેલિયાઈ મહિલા અમ્પાયરને મળી તક

આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2 દરમિયાન આવું જોવા મળ્યું. નામીબિયા અને ઓમાન વચ્ચેની ફાઇનલ મેચમાં ઑસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસાક પુરૂષ વન ડેમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા બની. 31 વર્ષની ક્લેયર મહિલાઓની 15 વન ડેમાં અમ્પાયરિંગ કરી ચુકી છે. 2016માં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે થયેલી વન ડે મેચમાં તેણે પહેલીવાર અમ્પાયરિંગ કર્યું હતુ. તેણે ગત વર્ષે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી મહિલા ટી-20 વિશ્વ કપની સેમીફાઇનલમાં પણ અમ્પાયરિંગ કરી હતી.

જાણો શું કહ્યું ક્લેયરે?

ક્લેયરે કહ્યું કે, “હું પુરૂષોની વન ડે મેચમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા બનીને ઘણી ઉત્સાહિત છું. એક અમ્પાયરનાં રૂપમાં મે ઘણી લાંબી સફર કરી છે. મહિલા અમ્પાયર્સને પ્રમોટ કરવી મહત્વનું છે. બાધાઓને તોડીને જાગૃતતા ફેલાવવાની જરૂર છે જેથી ઘણી બધી મહિલાઓ આ ભૂમિકાને નીભાવી શકે અને મહિલાઓ નિશ્ચિત રીતે અમ્પાયરિંગ કરી શકે છે.”

ઑસ્ટ્રેલિયાઈ ઘરેલૂ ક્રિકેટમાં પણ કરી ચુકી છે અમ્પાયરિંગ

ક્લેયર 2017માં મહિલા વન ડે વિશ્વ કપનાં 4 મુકાબલામાં પણ અમ્પાયરિંગની જવાબદારી નીભાવી ચુકી છે. તે ઑસ્ટ્રેલિયાનાં ઘરેલૂ ક્રિકેટમાં પણ પુરૂષોની મેચમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા અમ્પાયર બની હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં ક્લેયર અને દક્ષિણ ઑસ્ટ્રેલિયાની એલોઇસ શેરીડેને મહિલા બિગ બૈશ લીગમાં અમ્પાયરિંગ કરી હતી. આ પહેલી તક હતી જ્યારે ઑસ્ટ્રેલિયામાં પ્રોફેશનલ ક્રિકેટમાં બંને ફીલ્ડ અમ્પાયર મહિલા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પુરૂષોની ઇન્ટરનેશન ક્રિકેટમાં હવે મહિલા કરશે અમ્પાયરિંગ, રચાયો ઇતિહાસ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/women-umpire-will-umpiring-in-mans-cricket/
via Best Gujarati News

0 Comments