RRvsSRH: રાજસ્થાને હૈદરાબાદને ૭ વિકેટે આપ્યો પરાજય, પાંડેની ઇનિંગ પર ભારે પડ્યો સંજૂ
રાજસ્થાન રૉયલ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સીઝનમાં આજે શનિવારે પોતાના ઘરઆંગણે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાઈ હતી. રાજસ્થાને ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ હતી. આ મેચમાં રાજસ્થાને હૈદરાબાદને ૭ વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે રાજસ્થાનનાં પણ ૧૦ પોઇન્ટ થયા છે.
પ્રથમ બેટિંગમાં આવેલા હૈદરાબાદે મનીષ પાંડેનાં ૬૧ અને ડેવિડ વૉર્નરનાં ૩૭ રનની મદદથી ૨૦ ઑવરમાં ૮ વિકેટે ૧૬૦ રન કર્યા હતા. રાજસ્થાન તરફથી વરૂણ એરોન, ઑશાને થોમસ, શ્રેયસ ગોપાલ અને જયદેવ ઉનડકટે ૨-૨ વિકેટ ઝડપી હતી. ૧૬૧ રનનાં લક્ષ્યને પાર પાડવા ઉતરેલી રાજસ્થાને આ લક્ષ્યાંક ૧૯.૧ ઑવરમાં ૩ વિકેટે પાર પાડ્યો હતો. રાજસ્થાન તરફથી સંજૂ સેમસને અણનમ ૪૮, લિવિંગસ્ટોને ૪૪, આંજિક્ય રહાણેએ ૩૯ અને સ્મિથે ૨૨ રન બનાવ્યા હતા.
That's that from Jaipur as the @rajasthanroyals register a victory by 7 wickets with 5 deliveries to spare.#RRvSRH pic.twitter.com/uL7TPNrd4K
— IndianPremierLeague (@IPL) April 27, 2019
હૈદરાબાદ તરફથી રાશિદ ખાન, શાકિબલ-ઉલ-હસન અને ખલીલ અહમદે ૧-૧ વિકેટ ઝડપી હતી.
રાજસ્થાનની ટીમ અત્યારે પૉઇન્ટ ટેબલમાં સાતમાં નંબરે છે. તેના ૧૧ મેચમાં ૮ અંક છે. આ મેચમાં જો કે રાજસ્થાનને બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરની કમી પડશે, જેઓ વિશ્વ કપ કેમ્પમાં સામેલ થવા સ્વદેશ પરત ફર્યા છે. તો હૈદરાબાદને પણ પોતાના સ્ટાર ખેલાડી જૉની બેયરસ્ટોની ઉણપ રહેશે. બેયરસ્ટો પણ ઇંગ્લેન્ડ રવાના થઇ ગયો છે.
રાજસ્થાને કોલકાતા સામે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી. ટીમનાં કેપ્ટન સ્ટીવ સ્મિથ અને આંજિક્ય રહાણે પર બેટિંગનો મદાર રહેશે. રહાણેએ હાલમાં જ સદી ફટકારીને પોતાની બેટિંગનો પરચો આપ્યો છે. તો સ્મિથનાં બેટમાંથી પણ સારા રન નીકળી રહ્યા છે. રાજસ્થાન માટે બૉલિંગ ચિંતાનો વિષય છે. આર્ચરની ઉણપને ઓશાને થોમસ પૂર્ણ કરી શકે છે, પરંતુ તેને આઈપીએલનો વધારે અનુભવ નથી. આવામાં જયદેવ ઉનડકટ અને શ્રેયસ ગોપાલ પર જવાબદારી વધશે.
હૈદરાબાદની વાત કરીએ તો જૉની બેયરસ્ટો જતા તેની બેટિંગ નબળી પડી શકે છે. જો કે ટીમ પાસે માર્ટિલ ગુપ્લિલ જેવો ખેલાડી છે. તો નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સન પણ આ મેચમાં રમશે. બૉલિંગમાં ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન પર મદાર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post RRvsSRH: રાજસ્થાને હૈદરાબાદને ૭ વિકેટે આપ્યો પરાજય, પાંડેની ઇનિંગ પર ભારે પડ્યો સંજૂ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/live-updates-between-rajasthan-royalas-and-sunrisers-hyderabad/
via Best Gujarati News
0 Comments