PM મોદીએ અપીલ કરવા છતા નહીં કરે વિરાટ કોહલી મતદાન, ચોંકાવનારું છે કારણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ વિભિન્ન ક્ષેત્રોનાં ટૉચનાં નેતાઓ, ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સને અપીલ કરી હતી કે તેઓ વૉટ આપવા જાય. આવુ એ માટે કારણ કે તેઓ આઇકન છે અને તેઓ ૧૩૦ કરોડ ભારતીયને મતદાન આપવા માટે પ્રેરિત કરશે. આમાંથી એક ભારતનાં ત્રણેય ફૉર્મેટનાં ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ છે. જો કે એવું લાગે છે કે વિરાટ કોહલી અત્યારની લોકસભા ચૂંટણી ૨૦૧૯માં પોતાનું વૉટ નહીં નાંખી શકે. વિરાટ કોહલી મુંબઈથી મતદાન કરવા ઇચ્છતો હતો, જ્યાંથી તેમની પત્ની અનુષ્કા શર્મા પણ વૉટ કરે છે. વિરાટ કોહલીએ ઑનલાઇન પ્રક્રિયા દ્વાર વૉટ આપવા માટે નિવેદન આપ્યું હતું. જો કે આમાં એકમાત્ર વિક્ષેપ એ આવ્યો કે વિરાટ કોહલીને આવેદન કરવામાં ઘણું મોડું થઇ ગયું છે.
૩૦ માર્ચનાં વૉટિંગ લિસ્ટમાં જે મતદાતાઓનું વૉટિંગ કાર્ડ અથવા નામ નહોતુ, તેમના માટે નિવેદન કરવાનો અંતિમ દિવસ હતો. જો કે વિરાટ કોહલીએ ૭ એપ્રિલનાં જ આવેદન કર્યું હતુ, જેના માટે આવેદન કરવામાં પહેલાથી જ ઘણું મોડું થઇ ગયું હતુ. ચૂંટણી પંચનાં કાર્યલયનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, “વિરાટ કોહલીનું આવેદન મળી ગયું છે. જો કે તેઓ વર્તમાન ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે, કેમકે ઘણું મોડું થઇ ગયું. આ માટે તેમનું આવેદન હૉલ્ડ પર રાખવામાં આવ્યું છે. વિરાટ કોહલી મુંબઈમાં પોતાના નિવાસ વર્લીથી પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા ઇચ્છતો હતો.”
વિરાટની ટીમે તેનું નામ વૉટિંગ લિસ્ટમાં નોંધાવવાનાં પુરતા પ્રયત્ન કર્યા હતા. એક અન્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે, “વિરાટની ટીમે અનેક કૉલ કર્યા હતા અને તેમનો નામ વૉટિંગ લિસ્ટમાં નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે અમે તેમને સમજાવી દીધા છે કે પહેલાથી જ આની સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ છે.” વિરાટ કોહલીની નિરાશાને સમજી શકાય છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ વિરાટ કોહલીને વૉટ આપવા માટે અને લોકો વૉટ આપે તે માટે પ્રોત્સાહિત કરવાની અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post PM મોદીએ અપીલ કરવા છતા નહીં કરે વિરાટ કોહલી મતદાન, ચોંકાવનારું છે કારણ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/virat-kohli-can-not-cast-his-vote-in-loksabha-election-2019/
via Best Gujarati News
0 Comments