વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પડી શકે છે મોટો ફટકો, ધોની અને જાડેજા વિશે કૉચનો ખુલાસો
ચેન્નઈનાં કૉચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું છે કે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બીમાર છે. આ સમાચારથી વિશ્વ કપની રાહ જોઇ રહેલા ભારતીય ટીમનાં પ્રશંસકોને ઝાટકો લાગી શકે છે. ધોની અને જાડેજા વગર શુક્રવારનાં સુરેશ રૈનાનની આગેવાનીમાં ચેન્નઈની ટીમ ઘરઆંગણે મુંબઈ સામે ૪૬ રનથી હારી ગઈ હતી. તાવનાં કારણે મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર ઉતરી શક્યો નહોતો. ધોની અને જાડેજાની બીમારી વિશે ફ્લેમિંગે કહ્યું કે, “ધોની અને જાડેજા બંને ઘણા બીમાર છે. બંને અસ્વસ્થ છે. ઘણી બધી ટીમો અત્યારે આવી સ્થિતિમાંથી પસાર થઇ રહી છે.”
ટૂર્નામેન્ટનાં આ સત્રમાં ધોની ૭ ઇનિંગમાં ૧૦૦થી વધારેની સ્ટ્રાઇક રેટથી ૩૧૪ રન બનાવીને ચેન્નઈ માટે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. ઈંગ્લેન્ડમાં ૩૦ મેથી વિશ્વ કપ શરૂ થઇ રહ્યો છે જેમાં ધોની અને જાડેજા ભારતીય ટીમનો ભાગ છે. ટીમ દક્ષિણ આફ્રિકા સામે ૫ જૂનથી પોતાનું અભિયાન શરૂ કરશે. આઈપીએલમાં ચેન્નઈનો આગળનો મુકાબલો એક મેનાં રોજ દિલ્હી સાથે થશે. ફ્લેમિંગે કહ્યું કે, “છેલ્લા ૨ અઠવાડિયામાં ટીમે ૬ મેચ રમી છે અને ૪ દિવસનાં આરામથી ખેલાડીઓને ફાયદો થશે.”
ન્યૂઝીલેન્ડનાં આ પૂર્વ ખેલાડીએ લખ્યું કે, “અમે ૪ દિવસનાં વિરામની રાહ જોઇ રહ્યા હતા. મને લાગે છે કે મુંબઈને આનો ફાયદો મળ્યો છે. અમે પણ તેવું જ કરીશું.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પડી શકે છે મોટો ફટકો, ધોની અને જાડેજા વિશે કૉચનો ખુલાસો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ms-dhoni-and-ravindra-jadeja-is-not-fit/
via Best Gujarati News
0 Comments