IPLમાં થયો મોટો ફેરફાર, હવે સાંજે ૮ વાગ્યા પછી નહીં રમાય મેચ
સુપ્રીમ કૉર્ટ તરફથી બનાવવામાં આવેલી સંચાલકોની કમિટી (COA)એ શનિવારનાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સીઝનમાં પ્લેઑફની સમય સીમામાં બદલાવ કર્યો છે. IPL પ્લેઑફ હવે સાંજે ૮ વાગ્યાની જગ્યાએ 7:30 વાગ્યે શરૂ થશે. આઈપીએલની ૧૧મી સીઝનમાં પ્લેઑફ સાંજે ૭ વાગ્યે શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડનાં એક સીનિયર અધિકારીએ કહ્યું કે, “દક્ષિણમાં મેચ થવાની છે એવામાં ત્યાં ઝાકળ એક મહત્વનું કારણ છે.” લીગની આધારિક પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે પહેલાથી જ પ્લેઑફની મેચોની સમય સીમાં વધારવાની માંગ કરી હતી.
અધિકારીએ કહ્યું કે, “પ્લેઑફ મેચ દક્ષિણમાં થવાની છે, જ્યાં ઝાકળ એક મોટો મુદ્દો હોય છે. સાથે જ સ્ટારે અમને પહેલાથી જ સમય સીમા વધારવા માટે લખ્યું હતુ. તમે જોશો કે પ્લેઑપ બાદ પુરસ્કાર સમારોહ ઘણો લાંબો હોય છે. આ સૌને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે મેચોનાં સમયને આગળ વધારવામાં આવે.” બીજી તરફ ઇન્ડિયા-એ અને અંડર-૧૯ ટીમનાં કૉચ રાહુલ દ્રવિડને બેંગલોર સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનાં કૉચ બનાવવામાં આવ્યા છે.
COAનાં અધ્યક્ષ વિનોદ રાયે રાષ્ટ્રીય રાજધાનીમાં પાંચ કલાક ચાલેલી બેઠક બાદ કહ્યું કે, “અમે એનસીએમાં દ્રવિડને મુખ્ય કૉચ તરીકે નિયુક્ત કરવા પર વિચાર કરી રહ્યા છીએ. તેમની નિયુક્તિને લઇને જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post IPLમાં થયો મોટો ફેરફાર, હવે સાંજે ૮ વાગ્યા પછી નહીં રમાય મેચ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/coa-changed-timing-in-further-ipls-match/
via Best Gujarati News
0 Comments