KKRમાં નથી ચાલી રહ્યું બધું બરાબર, આન્દ્રે રસેલે ટીમની હારનો કર્યો ચોંકાવનારો ખુલાસો
કેકેઆરનાં સ્ટાર ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે આઇપીએલમાં ટીમનાં ખરાબ પ્રદર્શન માટે ટીમ દ્વારા લેવામાં આવેલા ખરાબ નિર્ણયને જવાબદાર ઠેરવ્યા છે. રસેલ ટીમની ૪ જીતમાંથી ૩માં ‘મેન ઑફ ધ મેચ’ રહ્યો છે, પરંતુ ત્યારબાદ કેકેઆર સતત ૬ મેચ હાર્યું છે. રસેલે કહ્યું કે, “અમારી પાસે સારી ટીમ છે, પરંતુ ખરાબ નિર્ણયોનાં કારણે જીતી નથી શક્યા અને અમે એ જ કર્યું છે. એક પ્રોફેશનલ ક્રિકેટર માટે આ સારી સ્થિતિ નથી. અમે ખરાબ સમયે ખરાબ બૉલિંગ કરી અને કેચ છોડ્યા. ફીલ્ડિંગમાં અમારી ટીમ સૌથી ખરાબ રહી.”
તેણે કહ્યું કે, “હું મેચ હાર્યા બાદ મારા રૂમમાંથી બહાર નથી નીકળી રહ્યો. ૬ મેચ હાર્યા બાદ બધુ બેઇમાની છે. આ સારું નથી. મારું મનોબળ તૂટી ગયું છે, પરંતુ અમે જીતીએ છીએ તો મનોબળ વધી જશે. આપણી અંદર ઝનૂન હોવું જોઇએ, ફક્ત ટીવી પર દેખાડવા માટે નહીં.” ફેન્સને જણાવી દઇએ કે ટી-૨૦ લીગની વર્તમાન સીરીઝમાં રસેલે એક નહીં, પરંતુ ઘણી તોફાની ઇનિંગ રમી છે. રસેલની તોફાની બેટિંગ છતા કોલકાતા હાર્યું છે અને કોલકાતાને રસેલ પર વધારે પડતો આધાર રાખવાનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે.
આ સીઝનમાં કોલકાતા સતત ૬ મેચ હાર્યું છે. પ્લેઑફમાં પ્રવેશવાની કોલકાતાની આશાઓ હવે ધૂંધળી થઇ રહી છે. કોલકાતાની ટીમમાં ફક્ત રસેલ અને નીતિશ રાણાએ આ સીઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. દિનેશ કાર્તિકે ગત મેચમાં ૯૭ રન માર્યા હતા પરંતુ તે મેચ પણ કોલકાતા હાર્યું હતુ. બીજી તરફ ટીમની બૉલિંગમાં પણ ધાર નથી. ભારતીય ટીમનો સ્પિનર કુલદીપ યાદવ પણ ફૉર્મમાં નથી. હવે જોવું રહ્યું કે આવી સ્થિતિમાં કોલકાતા આગળની મેચોમાં કેવું પ્રદર્શન કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post KKRમાં નથી ચાલી રહ્યું બધું બરાબર, આન્દ્રે રસેલે ટીમની હારનો કર્યો ચોંકાવનારો ખુલાસો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/andre-russell-talking-about-teams-weak-form-in-ipl/
via Best Gujarati News
0 Comments