। લિવરપૂલ ।

લિવરપૂલે હડર્સફિલ્ડને ૫-૦થી કચડી નાખી પ્રીમિયર લીગમાં ફરી એક વખત ટોચનો ક્રમાંક મેળવી લીધો છે. આ સાથે પ્રીમિયર લીગની આ સિઝનમાં રેકોર્ડ ૨૯મી વખત ટોચનો ક્રમાંક બદલાયો હતો. આ પહેલાં વર્ષ ૨૦૦૧-૦૨માં ૨૮ વખત ટોચનો ક્રમાંક બદલાયો હતો જે ૧૮ વર્ષ બાદ રેકોર્ડ તૂટયો હતો. લિવરપૂલે પ્રથમ ક્રમાંક મેળવી ગત ચેમ્પિયન માન્ચેસ્ટર સિટી પર દબાણ વધારી દીધું જેની સામે લિવરપૂલે બે પોઇન્ટની લીડ મેળવી લીધી છે. લિવરપૂલના ૩૬ મેચ બાદ ૯૧ પોઇન્ટ થઈ ગયા છે જ્યારે માન્ચેસ્ટર સિટીના ૩૫ મેચમાં ૮૯ પોઇન્ટ છે. માન્ચેસ્ટર સિટીને હજુ ત્રણ મેચ રમવાની બાકી છે જે તેનું જમા પાસું છે. સિટી આજે બર્નલે એફસી સામે ટકરાશે. જો તેમાં જીત મેળવે તો ફરી નંબર વન બની જશે પરંતુ મેચ હારે તો ટીમની મુશ્કેલીઓ વધી જશે.

હડર્સફિલ્ડ સામે નબી કેઇટાએ ૧૫મી સેકન્ડે ગોલ કરી લિવરપૂલને લીડ અપાવ્યા બાદ સાદિયો માનેએ ૨૩મી અને સાલાહે ૪૫+૧ મિનિટે ગોલ કરી લિવરપૂલને ફર્સ્ટ હાફમાં ૩-૦ની સરસાઈ અપાવી હતી. સેકન્ડ હાફમાં માનેએ ૬૬મી મિનિટે અને સાલાહે ૮૩મી મિનિટે ગોલ કરી લિવરપૂલને ૫-૦થી વિજય અપાવ્યો હતો. આ વિજયને કારણે આગામી એક મેના રોજ બાર્સેલોના સામે યોજાનારી ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલના ફર્સ્ટ લેગ અગાઉ લિવરપૂલનું મનોબળ વધી ગયું છે.

૯૧ પોઇન્ટ લિવરપૂલના આ સિઝનમાં થયા છે જે તેનો પ્રીમિયર લીગની એક સિઝનમાં બીજો શ્રેષ્ઠ દેખાવ છે. આ પહેલી લિવરપૂલે ૧૯૭૮-૭૯માં ૯૮ પોઇન્ટ મેળવ્યા હતા. જોકે, તે વખતે ૪૨ મેચની સિઝન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પ્રીમિયર લીગ : ૨૯મી વખત ટોચનો ક્રમાંક બદલાયો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/premier-league-29th-time-top/
via Best Gujarati News

0 Comments