। બેઇજિંગ ।

ભારતના અભિષેક વર્માએ ઇન્ટરનેશનલ શૂટિંગ વર્લ્ડ કપમાં મેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેણે ૨૦૨૦માં ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કરી લીધું હતું. ચીનની રાજધાની બેઇજિંગ ખાતેના આ શૂટિંગ વર્લ્ડ કપમાં અભિષેકે શરૂઆતથી જ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને ૨૪૨.૭ના સ્કોર સાથે ગોલ્ડ પર નિશાન તાક્યું હતું. ચાલુ વર્ષે આ બીજો વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે.

૨૯ વર્ષીય અભિષેકે પોતાની પૂરી ઇવેન્ટ દરમિયાન દબાણની પરિસ્થિતિમાં ધીરજ રાખી હતી અને ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. રશિયાના અર્તેમ ચેર્નોસોવે સિલ્વર તથા કોરિયાના સિંગવુ હાને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર અભિષેક ભારતનો પાંચમો શૂટર છે. આ પહેલાં સૌરભ ચૌધરીએ પણ ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઓલિમ્પિકની ટિકિટ હાંસલ કરી હતી. સૌરભે આ વર્ષની શરૂઆતમાં દિલ્હી ખાતેના શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.  આમ, છેલ્લા કેટલાક સમયથી શૂટિંગની ઔઇવેન્ટ્સમાં ભારતના શૂટર્સનો પ્રભાવશાળી દેખાવ રહ્યો છે.

ગ્રીકો રોમન રેસલિંગમાં ભારતને બે સિલ્વર

ભારતીય ગ્રીકો રોમન રેસલર સુનીલકુમાર અને ગુરપ્રીતસિંહે પોતપોતાની વેઇટ કેટગરીમાં શાનદાર દેખાવ કરતાં સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા. ગુરપ્રીતનો ૭૭ કિગ્રા વજન વર્ગ અને સુનીલનો ૮૭ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં પરાજ થયો હતો. આ પહેલાં ગત વર્ષે ભારતને રાજિન્દરકુમાર અને હરપ્રીતસિંહે બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. જે અત્યાર સુધી ભારતીય રેસલર્સનો સારામાં સારો દેખાવ રહ્યો હતો.  કોરિયાના કિમ સામે ગુરપ્રીત ૮-૦થી તથા હારી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અભિષેકને ૧૦ મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ, ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/abhishek-10-meter-air-piston/
via Best Gujarati News

0 Comments