દુનિયાના સૌથી મોટા વિમાને કેલિફોર્નિયામાં પરીક્ષણ માટે પહેલી વખત ઉડાન ભરી. તેમાં છ બોઇંગ 747 એન્જિન લાગેલા છે. શનિવારના રોજ આ મોટા વિમાને પોતાની પહેલી યાત્રા મોઝાવે રણની ઉપર કરી. આ વિમાનનું નિર્માણ અંતરિક્ષમાં રોકેટ લાવવા લઇ જવા માટે કરાયું છે. સ્ટ્રેટોલોન્ચ નામના દુનિયાના આ સૌથી વિશાળ વિમાને પહેલી વખત ઉડાન ભરી અને આમ આ અંતરિક્ષમાં રોકેટ લઇ જનાર પહેલું વિશાળ વિમાન બની ગયું.

જો કે આ રોકેટ ઉપગ્રહોને અંતરિક્ષમાં તેમના ભ્રમણ સુધી પહોંચાડવામાં મદદ કરશે. હાલના સમયમાં ટેકઓફ રોકેટની મદદથી ઉપગ્રહોને ભ્રમણમાં મોકલાય છે. તેની સરખામણીમાં ઉપગ્રહોને ભ્રમણ સુધી પહોંચાડવામાં આ વિકલ્પ વધુ સારો રહેશે. તેનું નિર્માણ સ્કેલ્ડ કમ્પોઝિટ્સ નામની એક એન્જિનિયરિંગ કંપનીએ કરી છે.

સ્ટ્રેટોલોન્ચે ટ્વીટ કરી અને લખ્યું – આજે સ્ટ્રેટોલોન્ચ વિમાને મોઝાવ રણપ્રદેશ પર 2.5 કલાક માટે ઉડાન ભરી, જે 189 માઇલ પ્રતિ કલાકની ઝડપથી ટોપ પર પહોંચ્યું. જુઓ ઐતિહાસિક ઉડાનનો વીડિયો…

આ વિમાન એટલું મોટું છે કે તેની પાંખનો ફેલાવો એક ફૂટબોલ મેદાનથી વધુ છે. શનિવારના રોજ આ વિમાન હવામાં લગભગ અઢી કલાક સુધી રહ્યું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ફૂટબોલના મેદાન જેટલી પાંખ ધરાવતા વિમાને ભરી ઉડાન, Video આવ્યો સામે appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/video-stratolaunch-aircraft-flew-for-2-5-hours-over-mojave-desert/
via Best Gujarati News

0 Comments