Video: શખ્સે મોદીના નામવાળી ટીશર્ટ પહેરી લગાવ્યું રાહુલ ગાંધીનું પોસ્ટર, પછી કોંગ્રેસે કર્યા આવા હાલ
કોંગ્રેસના કાર્યાલયમાં શુક્રવારના રોજ એક અલગ જ નજારો જોવા મળ્યો. એક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની ટી-શર્ટ પહેરીને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીનું પોસ્ટર લગાવતો દેખાયો. જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓની
નજર તેના પર પડી તો તેને ત્યાંથી ભગાડી દીધો.
જોકે વાત એમ છે કે જયપુર સ્થિત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાના એક કાર્યક્રમ પહેલાં કાર્યાલયમાં પોસ્ટર લગાવાઇ રહ્યાં હતા.પોસ્ટર લગાવતા એક શખ્સે મોદીના નામની ટી-શર્ટ પહેરી હતી. આ દરમ્યાન જ્યારે ત્યાં હાજર પાર્ટી કાર્યકર્તાઓની નજર તેની ટી-શર્ટ પર પડી તો તમામ અસહજ થઇ ગયા ત્યારબાદ તેને તરત ત્યાંથી બહાર નીકાળી દીધો.
કાર્યક્રમ પહેલાં ત્યાં મીડિયાકર્મી પણ પહેલેથી ત્યાં હાજર હતા. પરંતુ જ્યારે મીડિયાકર્મીઓની નજર આ અનોખા નજારા પર ગઇ તો તેમણે તરત પોતાના કેમેરામાં કેદ કરી લીધું. ખાસ વાત એ છે કે આ શખ્સે 16 જાન્યુઆરી, 2018ના રોજ બાડમેરમાં આયોજીત બાડમેર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ પ્રોજેક્ટના શુભારંભ દરમ્યાન તૈયાર કરેલી ટી-શર્ટ પહેરી હતી.
આપને જણાવી દઇએ કે રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં થવાનું છે. 29 એપ્રિલ અને 6 મેના રોજ મતદાન થશે. 29મી એપ્રિલા રોજ ચોથા તબક્કાની અંતર્ગત 13 સીટો પર તો બીજું 6 મેના રોજ પાંચમા તબક્કા માટે બાકીની સીટો પર મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Video: શખ્સે મોદીના નામવાળી ટીશર્ટ પહેરી લગાવ્યું રાહુલ ગાંધીનું પોસ્ટર, પછી કોંગ્રેસે કર્યા આવા હાલ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/congress-removes-labourer-from-jaipur-party-office-for-wearing-narendra-modi-t-shirt/
via Best Gujarati News
0 Comments