ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી શનિવારે મહારાષ્ટ્રમાં અને રવિવારે મધ્યપ્રદેશમાં ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્રમાં મુબંઈ ઉત્તર પૂર્વ લોકસભા મતક્ષેત્રમાં ગુજરાતી મુળના ઉમદેવાર માટે તેઓ રોડ-શો પણ યોજશે. કોંગ્રેસના કાર્યાલયમાં શુક્રવારના રોજ એક અલગ જ નજારો જોવા મળ્યો. એક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની ટી-શર્ટ પહેરીને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીનું પોસ્ટર લગાવતો દેખાયો. જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓની નજર તેના પર પડી તો તેને ત્યાંથી ભગાડી દીધો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્ડિયાનામાં નેશનલ રાઇફલ એસોસીએશન (એનઆરએ) માટે ભાષણ આપતા હતા. ત્યારે ભીડમાં હાજર એક વ્યક્તિએ કથિત રીતે તેમના પર મોબાઇલ ફોનથી હુમલો કરી દીધો. Reserve Bank of India મહાત્મા ગાંધી સિરીઝમાં 20 રૂપિયાની નવી નોટ જલ્દી જાહેર કરશે, એટલે કહી શકાય કે, ટૂંક સમયમાં બજારોમાં 20 રૂપિયાની નવી નોટ આવી જશે. તેના પર RBIના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે.સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: ડિસામાં જોવા મળી બિલ્ડરની દબંગાઈ, લોકો ઉંઘતા રહ્યાને પાલિકાએ બનાવેલ રોડ રાતોરાત તૂટ્યો

બનાસકાંઠાના ડીસામાં એક બિલ્ડરની દબંગાઇના અહેવાલ સામે આવી રહ્યા છે. ડિસામાં નગરપાલિકાએ બનાવેલેલા રોડ પર એક બિલ્ડરે બુલડોઝર ફેરવી દીધું હતું. જેના કારણે 15000 લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.બિલ્ડરે ડિસામાં રાતના સમયે બુલડોઝર ફેરવ્યું હતું, જેના કારણે કોઇ બબાલ થઇ નહોતી.

વધુ વાંચવા કરો ક્લિક-2: આજે CM રૂપાણી મુંબઇમાં, કાલે મધ્યપ્રદેશમાં, જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી શનિવારે મહારાષ્ટ્રમાં અને રવિવારે મધ્યપ્રદેશમાં ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્રમાં મુબંઈ ઉત્તર પૂર્વ લોકસભા મતક્ષેત્રમાં ગુજરાતી મુળના ઉમદેવાર માટે તેઓ રોડ-શો પણ યોજશે.

વધુ વાંચવા કરો ક્લિક-3: કોણ હતા વકીલ સાહેબ જેમની સાથે PM મોદી કરતા દિલ ખોલી વાતો, અમદાવાદ સાથે ખાસ કનેકનશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુમાં વકીલ સાહેબના નામનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમની સાથે તેઓ બધી જ વાતો શેર કરતાં હતા. વકીલ સાહેબનું અસલી નામ લક્ષ્મણરાવ ઇનામદાર હતું. વકીલ સાહેબનું ઇન્ટરવ્યુમાં નામ આવતા જ લોકોમાં એ જાણવાની તાલાવેલી વધી ગઇ છે કે આખે આ વકીલ સાહેબ છે.

વધુ વાંચવા કરો ક્લિક-4:  Video: શખ્સે મોદીના નામવાળી ટીશર્ટ પહેરી લગાવ્યું રાહુલ ગાંધીનું પોસ્ટર, પછી કોંગ્રેસે કર્યા આવા હાલ

કોંગ્રેસના કાર્યાલયમાં શુક્રવારના રોજ એક અલગ જ નજારો જોવા મળ્યો. એક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની ટી-શર્ટ પહેરીને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીનું પોસ્ટર લગાવતો દેખાયો. જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓની નજર તેના પર પડી તો તેને ત્યાંથી ભગાડી દીધો.

વધુ વાંચવા કરો ક્લિક-5: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર છૂટો મોબાઇલ ફોન ફેંકાતા હાહાકાર, Video આવ્યો સામે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્ડિયાનામાં નેશનલ રાઇફલ એસોસીએશન (એનઆરએ) માટે ભાષણ આપતા હતા. ત્યારે ભીડમાં હાજર એક વ્યક્તિએ કથિત રીતે તેમના પર મોબાઇલ ફોનથી હુમલો કરી દીધો. પરંતુ આ ફોન ટ્રમ્પની આગળથી નીકળી બીજીબાજુ જઇને પડી ગયો.

વધુ વાંચવા કરો ક્લિક-6: ટૂંક સમયમાં તમારી સામે હશે 20ની નવી નક્કોર નોટ, જાણો તેના કલરથી લઇ તમામ ખાસિયતો

Reserve Bank of India મહાત્મા ગાંધી સિરીઝમાં 20 રૂપિયાની નવી નોટ જલ્દી જાહેર કરશે, એટલે કહી શકાય કે, ટૂંક સમયમાં બજારોમાં 20 રૂપિયાની નવી નોટ આવી જશે. તેના પર RBIના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. આ નોટ હલ્કા પીળા રંગની હશે અને તેના પાછળ ઇલારોની ગુફાઓ અંકિત કરવામાં આવી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-7: RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આપ્યું મોટું નિવેદન, કહ્યું- ‘…તો મારી પત્ની મને છોડી દેશે’

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન રાજનીતિમાં આવવા અથવા તો રાજનૈતિક પાર્ટી બનાવવા માટે વિચારી રહ્યા નથી. તેમને એવું લાગી રહ્યું છે કે રાજનીતિમાં આવવાથી મારી પારિવારિક જિંદગી યોગ્ય રીતે ચાલી શકશે નહીં. કેન્દ્રમાં હાલ લોકસભાની ચૂંટણીઓ બાદ જો વિપક્ષી ગઠબંધનની સરકાર બનશે તો તે આગામી નાણામંત્રી બની શકે છે. 

વધુ વાંચવા કરો ક્લિક-8: …તો આ કારણથી કરીના કપૂરે રદ કર્યુ ‘અંગ્રેજી મીડિયમ’ની શુટિંગ?

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન એક વખત ફરી એક્ટિંગમાં પૂર્ણ રીતે એક્ટિવ થઇ ગઇ છે. આ સમયે તેની પાસે ‘ગુડ ન્યૂઝ’,’ અંગ્રેજી મીડિયમ’ અને ‘તખ્ત’ જેવી મોટી ફિલ્મો છે. આ ફિલ્મોમાં ઘણા મોટા સ્ટાર કરીનાની સાથે જોવા મળશે. સૌથી રસપ્રદ વાત કરીના ‘અંગ્રેજી મીડિયમ’માં જોવા મળશે.

વધુ વાંચવા કરો ક્લિક-9: ફ્રીજમાં રાખેલી ચોકલેટ પર સફેદ નિશાન પડી જાય ત્યારે…

ચોકલેટ ખાવાના નામ માત્રથી મોંમા પાણી આવવા લાગે. નાનેરા હોય કે મોટેરા સૌ કોઈને ચોકલેટ ખુબજ ભાવે છે, અત્યારે તો ચોકલેટનું એક મોટા પ્રમાણમાં માર્કેટ વિકસ્યુ છે. મોટી મોટી કંપનીઓ પોતાની ચોકલેટ વેચે છે અને સારી એવી કમાણી કરે છે. આપણે સૌ કોઈ ચોકલેટને ફ્રીજમાં રાખીએ છીએ.

વધુ વાંચવા કરો ક્લિક-10: ભિખારીને દાનમાં 10ની નોટની સાથે આપો આ 1 વસ્તુ, બની જશો લાખોપતિ

વાસ્તુમાં ઘણી એવી વાતો જણાવવામાં આવી છે કે જે અજીબ છે પરંતુ સાચી છે. એવામાં વાસ્તુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં પુણ્યનું કામ કરવાથી જીવનની ઘણી એવી સમસ્યાનો અંત હોય છે. તેની સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે આ સંબંધમાં શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@03 PM: RBIના પૂર્વ ગર્વનરે આપ્યું મોટું નિવેદન, ટૂંક સમયમાં બજારમાં આવશે 20ની નવી નોટ સહિતના સમાચાર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/27-april-2019-top-headlines-til-03-pm/
via Best Gujarati News

0 Comments