શત્રુઘ્ન સિન્હા ભારતની આઝાદીમાં પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાએ પણ મહત્વનું યોગદાન આપ્યું હોવાનું કહીને રીતસરનો ભાંગરો વાટ્યો હતો. આ મામલે ભારે વિવાદ સર્જાતા શત્રુઘ્નએ ગણતરીની જ મીનીટોમાં વાનર ગૂંલાટ મારી દીધી હતી. શત્રુઘ્નએ આ મામલે કહ્યું હતું કેૢ હું તો મૌલાના આઝાદનું નામ લેવા માંગતો હતો પણ મોઢામાંથે મોહમ્મદ અલી ઝીણાનું નામ નિકળી ગયું. મેં કોઈ ભૂલ નથી કરી.

દેશની આઝાદી અને વિકાસમાં મોહમ્મદ અલી ઝીણાનું યોગદાન હોવાનું કહીને ચારેકોરથી બરાબરમા વિવાદોમાં સપડાયેલા શત્રુઘ્ન સિન્હા હવે સ્પષ્ટિકરણ આપતા ફરી રહ્યાં છે. આ મામલે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સાંસદ મનોજ તિવારીએ સિન્હા પર આકરા પ્રહારો કર્યા હતાં.

કોંગ્રેસની ટિકિટ પરથી બિહારના પટના સાહિત બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કેૢ આ કોંગ્રેસ પરિવાર મહાત્મા ગાંધીથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ, મોહમ્મદ અલી ઝીણાથી લઈને જવાહર લાલ નેહરૂ, સ્વર્ગીય ઈન્દિરા ગાંધીથી લઈને રાજીવ વાંધી, રાહુલ ગાંધીથી લઈને નેતાજી સુભાષ ચંન્દ્ર બોઝની પાર્ટી છે, જેને દેશના વિકાસમાં, દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

શત્રુઘ્નના આ નિવેદનને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કેૢ જ્યારે શત્રુઘ્ન ભાજપમાં હતા ત્યારે રાષ્ટ્રપ્રેમની વાતો કરતા હતાં પણ કોંગ્રેસમાં જતા જ ઝીણાના વખાણ કરી રહ્યાં છે. મનોજ તિવરીએ પણ શત્રુઘ્ન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કેૢ જે લોકો ઝીણા પર ગર્વ કરી રહ્યાં છેૢ તેઓ દેશની શું હાલત કરશે તે પણ વિચારવા જેવી બાબત છે.

આ મામલે દેશભરમાં વિવાદ થતા શત્રુઘ્નએ કહ્યું હતું કેૢ હું તો મૌલાના આઝદનું નામ લેવા માંગતો હતો, પણ મારા મોં માંથી મોહમ્મદ અલી ઝીણાનું નામ નીકળી ગયું. મેં જે કંઈ કહ્યું તે મારી જીભ લપસી જવાના કારણે કહ્યું. તેમાં કોઈ જ ભૂલ નથી. તેમાં કોઈ અફસોસ વ્યક્ત કરવો કે માફી માંગવા જેવી વાત જ નથી. ખરેખર હું પન આશ્ચર્યચકિત છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઝીણાના નામનું જીન ફરી ધૂણ્યું, બરાબરના ભેરવાયેલા શત્રુઘ્ન સિન્હાએ મારી વાનર ગુલાંટ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/watch-shatrughan-sinha-controvercial-statement-about-mohammad-ali-jinnah/
via Best Gujarati News

0 Comments