હિમાચલ પ્રદેશના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતપાલ સત્તીના વિવાદિત નિવેદન પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કુલદીપ રાઠોરે જડબાતોડ જવાબ આપ્યો છે. શિલાઈમાં આયોજિત ચૂંટણી રેલીમાં કુલદીપ રાઠોરે કહ્યું કે, ‘બીજેપીના લોકો જો હાથ કાપવાની વાતો કરે છે તો કોંગ્રેસે પણ બંગડીઓ નથી પહેરી’. તેમણે સ્પષ્ટ કર્યું કે, ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. કુલદિપ રાઠોરે એમ પણ કહ્યું કે, કોંગ્રેસનો એ જ હાથ છે કે જેણે અંગ્રેજોને ભારતમાંથી ખદેડી મૂક્યા હતા.

2019ની લોકસભા ચૂંટણીને લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ સતપાલ સત્તી સતત કોંગ્રેસ પર આકરાં પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન કેટલીય વાર બીજેપી પ્રદેશ અધ્યક્ષ ભાષાની મર્યાદા ઓળંગી ચૂક્યા છે. જેના કારણે તેમને ચૂંટણી પંચનો પણ સામનો કરવો પડી રહ્યો છે. થોડાં દિવસ પહેલાં જ સતપાલ સત્તીએ કહ્યું હતું કે, બીજેપી અને વડા પ્રધાનને ગાળો આપનારનાં હાથ કાપી દેવા જોઈએ.

સતપાલ સત્તીના આ નિવેદન પર કોંગ્રેસ ભડકી ઉઠી હતી. શિલાઈમાં આયોજિત ચૂંટણી સભામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કુલદીપ રાઠોરે સત્તીની ધમકીનો જવાબ આપ્યો હતો. રાઠોરે કહ્યું કે, બીજેપી અધ્યક્ષ ભાષાની મર્યાદા ન ભૂલે, કોંગ્રેસે પણ બંગડીઓ પહેરી નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ ઈંટનો જવાબ પથ્થરથી આપશે. બીજેપી એ ન ભૂલે કે આ કોંગ્રેસનો એ જ હાથ છે, કે જેણે અંગ્રેજોને દેશમાંથી ખદેડી બહાર કરી દીધા હતા.

કુલદીપ રાઠોર પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની સાથે શિલાઈમાં એક ચૂંટણી સભામાં પહોંચ્યા હતા. સભામાં કુલદીપ રાઠોરે કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ હુમલો બોલ્યો. તેમણે પીએમ મોદી અને અમિત શાહની જોડીને દેશની સૌથી મોટી ઠગ જોડી ગણાવી અને કહ્યું કે ભાઈ-બહેન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જોડી દેશની સૌથી મોટી ઢગ જોડીને બહારનો રસ્તો બતાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post BJP નેતાના વિવાદાસ્પદ નિવેદન પર કોંગ્રેસનો જવાબ- અમે પણ બંગડીઓ નથી પહેરી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/himachal-pradesh-state-congress-president-reaction-on-bjp-leader/
via Best Gujarati News

0 Comments