ભારતીય હવામાન વિભાગે શનિવારે કહ્યું કે હિંદ મહાસાગર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં બનેલું દબાણવાળું ક્ષેત્ર ઉત્તર પશ્ચિમની તરફ વધી રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી 12 કલાક દરમિયાન આ વાવાઝોડું પ્રચંડ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ તેવી આશંકા છે. સાથે જ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપી છે.

હવામાન વિભાગે કહ્યું કે, આગામી 12 કલાકોમાં આ વાવાઝોડું ચક્રવાતી તોફાન અને તે પછીના 24 કલાકમાં પ્રચંડ ચક્રવાતી તોફાનમાં બદલાઈ તેવી આશંકા છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે 80-90 કિમી પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં દરિયામાં ઊંચાં મોજાંઓ ઊછળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તમિલનાડુ અને પુડ્ડુચેરી, કોમોરિન,મન્નારની ખાડી અને કેરળનાં તટો પર 30-40 કિમી પ્રતિ કલાકથી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પોતાની ચેતવણીમાં હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આગામી 12 કલાકમાં આ રાજ્યોને ધમરોળશે ચક્રવાતી તોફાન, જાહેર કરાયું એલર્ટ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/cyclone-in-indian-ocean-to-become-severe-in-next-12-hours/
via Best Gujarati News

0 Comments