વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કનૌજમાં એક ચૂંટણીસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જબરી ઠેકડી ઉડાડી હતી. વડાપ્રધાને રાહુલ ગાંધીના બટાટામાંથી સોનું બનાવવાના મશીનને લઈને મજાક ઉડાવી હતી.

રાહુલ ગાંધીએ બે વર્ષ પહેલા જ ગુજરાતના પાટણમાં આયોજીત એક રેલીમાં કહ્યું હતું કે, બટાટા પકવતા ખેડૂતોને કહું છું કે, એવી મશીન મુકાવીશ કે એક બાજુથી બટાટા નાખજો અને બીજી બાજુથી સોનું નિકળશે. એક બાજુએ બટાટા નાખતા જ બીજી બાજુ સોનું નિકળશે.

કનૌજમાં આજની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સાથે જ વડાપ્રધાને કહ્યું હતું કે, આપણા દેશના વીર શહીદોએ તિરંગા ઝંડાને લઈને આઝાદીની લડાઈ લડી હતી. તેઓ સ્વરાજ માટે લડ્યાં હતાં, જ્યારે હવે આપણે સુરાજ માટે લડવાનું છે. હવે આપણે મુશ્કેલીઓમાંથી બહાર નિકળવાનું છે અને સમૃદ્ધિઓની નવી ઉંચાઈઓ હાંસલ કરવાની છે. તિરંગો જ આપણી પ્રેરણા છે. આ નવું હિન્દુસ્તાન છે જે ડશે નહીં. નવું હિન્દુસ્તાન આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારશે. જો દેશ સુરક્ષીત હશે તો જ સામાન્ય માનવીનું જીવન સારી રીતે ચાલી શકશે.

રાહુલ ગાંધીના આ નિવેદનન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જબ્બર ટોણોં મારતા કહ્યું હતું કે, આપણા દેશમાં એવા તો તેજસ્વી લોકો રહેલા છે જે બટાટામાંથી સોનું બનાવે છે. આ કામ અમે ના કરી શકીએ કે નાતો મારી પાર્ટી કરી શકે. જેમને બટાટામાંથી સોનું બનાવવું છે તે લોકો તેમની પાસે જાય, અમે આ કામ ના કરી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બટાટામાંથી સોનું બનાવવાના મશીનને લઈને PM મોદીએ રાહુલને માર્યો આકરો ટોણો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-modi-attacks-on-rahul-gandhi-for-alleges-potatoes-remarks/
via Best Gujarati News

0 Comments