News@06 PM: ગુજરાતમાં ગરમીએ તોડ્યો 17 વર્ષનો રેકોર્ડ, મોદીનો રાહુલને ટોણો
ગુજરાતમાં ગરમીએ તોડ્યો 17 વર્ષનો રેકોર્ડ, મોડાસામાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન. બટાટામાંથી સોનું બનાવવાના મશીનને લઈને PM મોદીએ રાહુલને માર્યો આકરો ટોણો. આગામી 12 કલાકમાં આ રાજ્યોને ધમરોળશે ચક્રવાતી તોફાન, જાહેર કરાયું એલર્ટ. ઝીણાના નામનું જીન ફરી ધૂણ્યું, બરાબરના ભેરવાયેલા શત્રુઘ્ન સિન્હાએ મારી વાનર ગુલાંટ. ચીનની જગ્યાએ ભારત પર પસંદગીનો કળશ ઢોળવા 200 અમેરિકી કંપનીઓ તૈયાર. ધોનીએ સુપ્રીમ કૉર્ટને કહ્યું, “મને ઠગવામાં આવ્યો, ના ઘર આપ્યું કે ના મારા રૂપિયા”. હેલિકોપ્ટરને લઈને રાહુલ ગાંધીએ પ્રિયંકાને માર્યો ટોણો, વીડિયો થયો વાયરલ સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1: ગુજરાતમાં ગરમીએ તોડ્યો 17 વર્ષનો રેકોર્ડ, મોડાસામાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં ગરમીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં મોડાસામાં સૌથી વધુ 48 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 45 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે હિટવેવની આગાહી આપી છે.
વધુ વાંચવા કરો ક્લિક-2: બટાટામાંથી સોનું બનાવવાના મશીનને લઈને PM મોદીએ રાહુલને માર્યો આકરો ટોણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કનૌજમાં એક ચૂંટણીસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જબરી ઠેકડી ઉડાડી હતી. વડાપ્રધાને રાહુલ ગાંધીના બટાટામાંથી સોનું બનાવવાના મશીનને લઈને મજાક ઉડાવી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-3: આગામી 12 કલાકમાં આ રાજ્યોને ધમરોળશે ચક્રવાતી તોફાન, જાહેર કરાયું એલર્ટ
ભારતીય હવામાન વિભાગે શનિવારે કહ્યું કે હિંદ મહાસાગર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં બનેલું દબાણવાળું ક્ષેત્ર ઉત્તર પશ્ચિમની તરફ વધી રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી 12 કલાક દરમિયાન આ વાવાઝોડું પ્રચંડ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ તેવી આશંકા છે.
વધુ વાંચવા કરો ક્લિક-4: ઝીણાના નામનું જીન ફરી ધૂણ્યું, બરાબરના ભેરવાયેલા શત્રુઘ્ન સિન્હાએ મારી વાનર ગુલાંટ
શત્રુઘ્ન સિન્હા ભારતની આઝાદીમાં પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાએ પણ મહત્વનું યોગદાન આપ્યું હોવાનું કહીને રીતસરનો ભાંગરો વાટ્યો હતો. આ મામલે ભારે વિવાદ સર્જાતા શત્રુઘ્નએ ગણતરીની જ મીનીટોમાં વાનર ગૂંલાટ મારી દીધી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-5: ચીનની જગ્યાએ ભારત પર પસંદગીનો કળશ ઢોળવા 200 અમેરિકી કંપનીઓ તૈયાર
અમેરિકીમાં લગભગ 200 કંપનીઓ પોતાનું મેન્યુફેક્ચરિંગ સેન્ટર સામાન્ય ચૂંટણી પછી ભારતમાં લાવવા માગે છે.અમેરિકા અને ભારતના સંબંધોને મજબુત બનાવવા સ્વયંસેવી સમુહ યૂએસ ઈન્ડીયા સ્ટ્રેટજીક એન્ડ પાર્ટનરશિપ ફોરમમાં આ વાત કરી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-6: અર્જુન એવૉર્ડ માટે આ ખેલાડીઓનાં નામની કરાઈ ભલામણ, ગુજરાતી ક્રિકેટરનું નામ પણ સામેલ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડે આ વર્ષે અર્જુન એવૉર્ડ માટે 4 ક્રિકેટર્સનાં નામની ભલામણ કરી છે, જેમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવ સામેલ છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: ધોનીએ સુપ્રીમ કૉર્ટને કહ્યું, “મને ઠગવામાં આવ્યો, ના ઘર આપ્યું કે ના મારા રૂપિયા”
ક્રિકેટર્સ મહેન્દ્ર સિંહ ધોની સુપ્રીમ કૉર્ટમાં પહોંચ્યો છે. ધોનીએ પોતાની નવી અરજીમાં કૉર્ટ તરફ મદદની ગુહાર અવાજ લગાવી છે કે આમ્રપાલી પ્રોજેક્ટમાં તેને પેંટહાઉસનો કબજો અપાવવામાં આવે. સાથે જ તેને અન્ય ઘર ખરીદદારોની જેમ લેણદારોની યાદીમાં સામેલ કરવામાં આવે.
વધુ વાંચવા કરો ક્લિક-8: એવેંજર્સ: એંડગેમે ભારતમાં રચ્યો ઇતિહાસ, ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનો પણ તોડ્યો રેકોર્ડ
માર્વલની એવેંજર્સ: એંડગેમે ભારતમાં પહેલા દિવસની કમાણીના દરેક રેકોર્ડ તોડી દીધા છે. માર્વલની એવેંજર્સ: એંડગેમ પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: ટ્વિંકલ ખન્નાએ ખોલ્યું રાઝ, આ પાર્ટીમાં જોડાવાનું કરશે પસંદ, પરંતુ….
અભિનેત્રીમાંથી લેખિકા બનેલી ટ્વિંકલ ખન્નાએ શુક્રવારે એક પાર્ટી અંગે જણાવ્યું કે જેનો ભાગ તે ચાલી રહેલી લોકસભા ચૂંટણી દરમિયાન બનવા માંગે છે. ટ્વિંકલના પતિ અને અભિનેતા અક્ષય કુમારે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ લીધો હતો.
વધુ વાંચવા કરો ક્લિક-10: હેલિકોપ્ટરને લઈને રાહુલ ગાંધીએ પ્રિયંકાને માર્યો ટોણો, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને વચ્ચે પોતાના હેલિકોપ્ટરને લઈને વાતચીત થઈ રહી છે. વીડિયોમાં રાહુલ અને પ્રિયંકાની વચ્ચે ખુબજ સારૂ બોન્ડીગ જોવા મળી રહ્યુ છે. કહેવાય છે કે આ વીડિયો કાનપુર એરપોર્ટનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@06 PM: ગુજરાતમાં ગરમીએ તોડ્યો 17 વર્ષનો રેકોર્ડ, મોદીનો રાહુલને ટોણો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/27-april-2019-top-headlines-til-06-pm/
via Best Gujarati News
0 Comments