અને કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીની ભાષણ આપતા આપતા અચાનક જ બેભાન થઈ ગયા
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી આજે શિરડીમાં એક રેલીને સંબોધતી વખતે ફરી એકવાર બેભાન થઈ ગયા હતાં. ગડકરી શિવસેનાના ઉમેદવાર સદાશિવ લોખંડેના પ્રચાર માટે શેરડી ગયા હતા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર ગડકરીના લોહીમાં સુગર ઘટી ગઈ હતી. આ કારણે તે અચાનક બેભાન થઈ ગયા હતા.
ગડકરીએ જેવું ભાષણ આપવાનું શરૂ કર્યું, તેવા જ તે પડી ગયા હતા. તેમને ઈલાજ માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ તેમની તપાસ કરી હતીૢ ત્યાર બાદ તેમને તરત જ નાગપુર લઈ જવામાં આવ્યા હતા. ગડકરીની તબિયત હાલ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
નિતિન ગડકરી શિરડી પહોંચ્યા તે પહેલા જ તેમની તબિયત ખરાબ હતી. તેવામાં આકરી ગરમીના કારણે તેમની તબિયત વધુ બગડી હતી. સંબોધન દરમિયાન જ તેઓ અચાનક જ બેચેની અનુભવવા મંડ્યા હતા. સ્ટેજ પર હાજર લોકોએ તેમને તેમની સીટ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. બાદમાં તેમને લીંબુ પાણી પીવડાવવામાં આવ્યું હતું. પછીથી તે તરત જ કાર્યક્રમ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા.
ચાલુ કાર્યક્રમમાં નીતીન ગડકરીની તબિયત અચાનક લથડી હોવાની આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ ગત વર્ષે 2018મં ડિસેમ્બરમાં પણ એક સભા દરમિયાન તેમની તબિયત બગડી હતી. તે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. તે દરમિયાન ગડકરીને શરીરમાં ઓક્સિજનની કમીને કારણે ચક્કર આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અને કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીની ભાષણ આપતા આપતા અચાનક જ બેભાન થઈ ગયા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/nitin-gadkari-falls-sick-during-election-rally-in-shirdi/
via Best Gujarati News
0 Comments