16 વર્ષની ઉંમરે સહમતિથી થયેલું સેક્સ ગુનો ના ગણવામાં આવે : મદ્રાસ હાઇકોર્ટ
મદ્રાસ હાઇકોર્ટે શુક્રવારે એવું ઠરાવ્યું હતું કે, 16 અને 18 વર્ષ વચ્ચેનાં સગીરો વચ્ચે પરસ્પર સંમતિથી બાંધવામાં આવેલા યૌન સંબંધો કે માણવામાં આવેલા સેક્સને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટના દાયરામાંથી બહાર રાખવા જોઈએ અને આવા કિસ્સામાં વયમર્યાદા 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષની કરવી જોઈએ. સગીરો વચ્ચે સંમતિથી શારીરિક સંબંધો બાંધવા માટે કે સેક્સ માણવા માટેની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવા મદ્રાસ હાઇકોર્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આમ કરવાથી સંમતિથી સેક્સ પોક્સોના અધિકારક્ષેત્રમાં આવશે નહીં. આ માટે બાળકો એટલે કે સગીરની વ્યાખ્યામાં સુધારો કરીને 18 વર્ષને બદલે 16 કરવાની પણ જરૂર છે.
વયમર્યાદા 16ની કરવાથી પોક્સોના દાયરામાંથી વ્યક્તિને બાકાત રાખી શકાશે
જજ વી. પાર્થીબને જણાવ્યું હતું કે, 16 વર્ષની ઉંમર પછી સંમતિથી બાંધવામાં આવેલા શારીરિક સંબંધો કે સેક્સનાં કિસ્સામાં કે શારીરિક સંપર્ક કે તેને લગતા કોઈ કૃત્યોને પોક્સોની કડક જોગવાઈઓથી મુક્ત રાખી શકાશે. કોર્ટે કહ્યું કે જાતીય શોષણના ગુનાને વધુ ઉદાર જોગવાઈઓ હેઠળ લાવવાની જરૂર છે જેથી સરળ કાયદા હેઠળ તેને ગુનો ગણી શકાય. આમ કરવાથી કિશોરોનાં આંતરિક સંબંધો અને યૌન ઉત્પીડન વચ્ચે અંતર જાળવી શકાય. જો શારીરિક આકર્ષણથી પ્રેરાઈને કોઈ છોકરો અને છોકરી વચ્ચે પરસ્પર સંમતિથી જાતીય સંબંધો બંધાય તો આવા કેસમાં છોકરા સામે પોક્સો હેઠળ ગુનાઇત કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં યુવકને ઓછામાં ઓછી ૭થી 10 વર્ષની સજા થઈ શકે છે.
ફાસ્ટ ટ્રેક મહિલા કોર્ટે અરજદારને પોક્સો હેઠળ 10 વર્ષની સજા કરી હતી
કોર્ટે અરજદાર સબરી (નામ બદલ્યું છે) કે જે સગીર છે તેનાં કેસની સુનાવણી વખતે ઉપર મુજબનું તારણ રજૂ કર્યું હતું. તામિલનાડુની નામક્કલ ફાસ્ટ ટ્રેક મહિલા કોર્ટ દ્વારા અરજદારને જૂન 2018માં દોષિત ઠરાવવામાં આવ્યો હતો અને તેને પોક્સો હેઠળ 10 વર્ષની આકરામાં આકરી સજા તેમજ રૂ. 3,000નો દંડ કર્યો હતો. ટ્રાયલ કોર્ટના આ ચુકાદાને ફગાવીને જજે ઠરાવ્યું હતું કે, આવા કિસ્સામાં જ્યારે છોકરીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તેમ છતાં તે સેક્સ માણવા કે જાતીય સંબંધો બાંધવા માટે સંમતિ આપવા સક્ષમ હોય છે અને સમજણ ધરાવતી હોય છે તેમજ માનસિક રીતે પરિપકવ હોય છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે જ્યારે શારીરિક સંબંધો એક ચોક્કસ વય મર્યાદા વટાવતા હોય તે પછી પોક્સોની કલમો લાગુ પાડવી જોઈએ. આવા સંજોગોમાં બાળક અને સગીરની વ્યાખ્યા માટે વયમર્યાદા 18થી ઘટાડીને 16 કરવી જોઈએ. તેમણે બાળ અધિકાર પંચને આ મુદ્દો સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવવા અનુરોધ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 16 વર્ષની ઉંમરે સહમતિથી થયેલું સેક્સ ગુનો ના ગણવામાં આવે : મદ્રાસ હાઇકોર્ટ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/madras-high-court-advised-consensual-relations-after-16-years/
via Best Gujarati News
0 Comments