જેટ એરવેઝનું આર્થિક સંકટ બન્યું જીવલેણૢ પૂર્વ કર્મચારીએ ઇમારત પરથી લગાવી મોતની છલાંગ
અસ્થાયી રૂપથી બંધ એરલાઇન કંપની જેટ એરવેઝના 53 વર્ષના સિનિયર ટેકિનશિયને કેન્સર બીમારીથી કંટાળીને ચાર માળની ઇમારતના ટેરેસ પર જઇને છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના તોલીંજ પોલસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ ઓસવાલનગરી વિસ્તારમાં બની હતી. કેન્સરની બીમારી અને આર્થિક તંગીમાં પરિવાર સપડાતા ૫3 વર્ષના શૈલેશ સિંહે નાલાસોપારા ઇસ્ટ સ્થિત વિસ્તારની ચોથા માળની ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી નાખી હતી.જેટ એરવેઝ એરલાઇનનો સ્ટાફ અને એમ્પલોઇ અસોસિયેશન અનુસાર તેઓ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહયા હતા.
જેટ એરવેઝના લગભગ વીસ હજાર કર્મચારીઓને અનેક મહિનાથી સેલરી મળી નથી.
પોલીસ અનુસાર સાઇપૂજા સોસાયટીમાં રહેતા શૈલેશકુમાર સિંહ (53) કેન્સરપીડિત હોવાથી કેટલાક વર્ષોથી બીમારીને લઈને પરેશાન હતા. અંતે શુક્રવારે બપોરના સમયે તેમણે બિલ્ડિંગની ટેરેસ પર જઈને છલાંગ લગાવતા સોસાયટીની દીવાલને લાગીને આવેલા રેલવેના નાળામાં તેઓ પડયા હતા. તે સમયે હાજર લોકોએ તેમને નાળામાંથી બહાર કાઢી એલાયન્સ હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાસ્થળે ફાયરબ્રિગેડના જવાનો પહોંચ્યા હતા પરંતુ તેઓ કાંઈ કરે તે પહેલાં તો તેમણે મૃત્યુ છલાંગ મારીને આત્મહત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તેમણે માનસિક તાણ અને ડિપ્રેશનમાં આવીને આત્મહત્યાનું પગલુ ભર્યુ હતુ. મૃતક વ્યક્તિ જેટ એરવેઝમાં નોકરી કરતા હતા, પરંતુ બીમારીને લઈને તેમણે રાજીનામું આપતાં તેમની જગ્યાએ તેમના પુત્રને કંપનીમાં કામે લેવાયો હતો પરંતુ પરિવાર છેલ્લા ત્રણ મહિનાથી કંપનીની હાલત ખરાબ હોવાથી આર્થિક તંગીનો સામનો કરી રહયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જેટ એરવેઝનું આર્થિક સંકટ બન્યું જીવલેણૢ પૂર્વ કર્મચારીએ ઇમારત પરથી લગાવી મોતની છલાંગ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/jet-airways-employee-commits-suicide-in-palghar-in-maharashtra/
via Best Gujarati News
0 Comments