‘ચોકીદાર’ બાદ હવે ‘બધા મોદી ચોર’ને લઈને ભેખડે ભરાયા રાહુલ ગાંધી, કોર્ટનું ફરમાન
બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદીએ કરેલા એક માનહાનિના કેસમાં પટના સિવિલ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 20મી મેના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. ‘તમામ ચોરોની અટકમાં મોદી કેમ છે’ એવા રાહુલ ગાંધીના નિવેદનના પગલે સુશીલ મોદીએ આ માનહાનિનો કેસ ઠોકી દીધો હોવાથી રાહુલ ગાંધીની મુશ્કેલી વધી છે. સુશીલ મોદીએ કોર્ટને વિનંતી કરી હતી કે માનહાનિને સંબંધિત તમામ કલમોની તળે મારી અરજી પણ કાર્યવાહી કરવામાં આવે અને સમન્સ જારી કરીને એમની સામે સુનાવણી કરવામાં આવે.
એક રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મારો એક સવાલ છે. નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી… શા માટે તમામ ચોરની અટક મોદી હોય છે?’
આ સંદર્ભમાં સુશીલ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ કરતાં કહ્યું હતું કે ૧3 એપ્રિલે યોજાયેલી આ રેલી ટીવી ન્યુઝ ચેનલો પર લાઇવ દર્શાવવામાં આવી હતી અને એના કારણે મારા સહિત મોદી અટક ધરાવતા તમામ લોકોની લાગણી દુભાઈ છે.
રાહુલ અને તેજસ્વી યાદવ સામે કેસ
બિહારના સમસ્તીપુરમાં મહાગઠબંધનની એક રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ ભાષણના અંતમાં લોકો પાસે ચોકીદાર ચોર હેના નારા લગાવડાવ્યા હોવાથી રાહુલ ગાંધી અને એ રેલીમાં મંચ પર ઉપસ્થિત રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ સામે આરા સિવિલ કોર્ટમાં કેસ થયો છે. સ્થાનિક વકીલ સત્યવ્રતે આ કેસ કર્યો છે. 2૯ એપ્રિલે આ અરજી વિશે સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટમાં ખેદ વ્યક્ત કર્યો
રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને પગલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધું છે કે ચોકીદાર ચોર છે. આ મુદ્દે ભાજપની મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટમાં ખેદ વ્યક્ત કર્યો છે પણ આ કેસની સુનાવણી હજી થવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘ચોકીદાર’ બાદ હવે ‘બધા મોદી ચોર’ને લઈને ભેખડે ભરાયા રાહુલ ગાંધી, કોર્ટનું ફરમાન appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/rahul-summoned-by-patna-court-on-defamation-suit/
via Best Gujarati News
0 Comments