આ પૂર્વ મુખ્યમંત્રીની પત્ની પર તોળાતો હારનો ખતરો, BJP છીનવી શકે બેઠક
ઉત્તર પ્રદેશમાં કન્નોજ બેઠક પર આ વખતે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ હેટ્રિક નોંધાવવા માગે છે પણ 2014માં ડિમ્પલ યાદવ સામે માત્ર 19,907 મતથી પરાજિત થયેલા ભાજપના સુબ્રત પાઠકે આ વખતે આ બેઠક પર જીત મેળવવા માટે કમર કસી છે.
ભાજપે 2014માં કાનપુર-બુંદેલખંડમાં કન્નોજ સિવાયની બેઠકો પર જીત મેળવી હતી અને તેથી આ વખતે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ બેઠક પરની જીતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે.
1999માં આ બેઠક પર મુલાયમસિંહ યાદવ ચૂંટાયા હતા અને ત્યાર બાદ સતત ત્રણ વાર આ બેઠક પર તેમના પુત્ર અખિલેશ યાદવ ચૂંટાયા હતા. 2012માં વિધાનસભામાં બહુમતી મળ્યા બાદ આ બેઠક તેમણે છોડી હતી અને તેના પર પેટા ચૂંટણી જાહેર થઈ હતી. એ સમયે ડિમ્પલ યાદવ સમાજવાદી પાર્ટીમાંથી ઊભાં રહ્યાં હતાં. કોંગ્રેસ અને બસપાએ ઉમેદવાર ઊભો રાખ્યો નહીં અને ભાજપના ઉમેદવાર જગદેવસિંહ યાદવ ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે કલેક્ટરની ઓફિસમાં પહોંચ્યા જ નહીં. એ પછી અપક્ષ ઉમેદવારોએ નામાંકન પાછું ખેંચી લેતાં ડિમ્પલ યાદવ બિનહરીફ વિજેતા જાહેર થયાં હતાં. 2014માં મોદી લહેર વખતે પણ તેણે પાતળી બહુમતીથી બેઠક બચાવી રાખી હતી.
જોકે ડિમ્પલ યાદવની રાજકારણમાં એન્ટ્રી ધમાકેદાર નહોતી. 2009માં ફિરોઝાબાદ બેઠક પરની પેટા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના રાજ બબ્બર સામે હારી ગયાં હતાં. એ ચૂંટણીમાં મુલાયમસિંહ અને અખિલેશ યાદવે ખૂબ મહેનત કરવા છતાં તેમનો પરાજય થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ પૂર્વ મુખ્યમંત્રીની પત્ની પર તોળાતો હારનો ખતરો, BJP છીનવી શકે બેઠક appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/no-simple-task-for-dimple-yadav-to-retain-kannauj/
via Best Gujarati News
0 Comments