શિરડી :

દિગ્ગજ ભાજપા નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની શનિવારે શિરડીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચક્કર આવી ગયા હતા. રેલીમાં સંબોધન કરતી વખતે તેમને ચક્કર આવતા ત્યાં સ્ટેજ પર હાજર લોકોએ તેમને સંભાળી લીધા હતા. તેઓ અહીં શિવસેનાના ઉમેદવાર સદાશિવ લોખંડે માટે પ્રચાર કરવા આવ્યા હતા અને તેમની તબિયત લથડી ગઇ હતી. ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા હતા. હવે તેમની તબિયત સારી હોવાના અહેવાલ છે.

ગડકરીની તબિયત શિરડી પહોંચતી વખતે જ ખરાબ થઇ ગઇ હતી. પરંતુ વધુ પડતી ગરમીને લીધે તેમની સમસ્યામાં વધારો થયો હતો. સંબોધન દરમિયાન તેઓ અચાનક અસહજ થયા હતા અને તેઓ સ્ટેજ પર પડે તે પહેલાં મંચ પર હાજર લોકોએ તેમને સંભાળી તેમની સીટ સુધી પહોંચાડી બેસાડી દીધા હતા. ત્યારબાદ તેમને લીંબુ પાણી આપવામાં આવ્યું હતું. તેઓ આ પ્રચાર સભામાંથી તાકીદ ચાલી ગયા હતા. તબીબો મુજબ વધુ પડતી ગરમીને પગલે તેમને લૂની અસર થવાથી ગડકરીજીને ચક્કર આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે.

આ અગાઉ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં એક સભા દરમિયાન ગડકરીની તબિયત લથડી ગઇ હતી. તેઓ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે ૬૧ વર્ષના ગડકરીને શરીરમાં ઓક્સિજનની અછતને લીધે ચક્કર આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શિરડીમાં ચૂંટણી ભાષણ આપતી વખતે કેન્દ્રીય મંત્રી ગડકરી બેભાન થઈ ગયા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/shirdi-election-speech-dispute/
via Best Gujarati News

0 Comments